વલ્લભીપુર માં માનવ સેવા ગ્રુપ આયોજિત 23 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો….

7

તારીખ 28.7.22 ને ગુરુવાર ના રોજ઼ સવારે 9 થી 12 દરમિયાન શ્રી વાઘામહારાજ ની જગ્યા પાટીવાડા વિસ્તાર વલ્લભીપુર માં 23 મોં ફ્રી નેત્ર નિદાન કેમ્પ શ્રી રણછોડસદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી તેમજ શિહોર મોંઘીબા ની જગ્યા ના મહંતશ્રી ૧૦૦૮ જીણારામજી મહારાજ ના માર્ગદર્શન થકી તેમજ માનવ સેવા ગ્રુપ વલ્લભીપુર દ્વારા યોજાયો આ કેમ્પ માં 200 થી વધારે દર્દી એ આંખની તપાસ કરાવી ને મોતિયાના ઓપરેશન માટે 65 દર્દી ને રાજકોટ રવાના કર્યા ને વિનામૂલ્યે આંખના નંબર ની તપાસ માં 250 દર્દી થયા ને રાહતદરે ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ 23 માં ફ્રી નેત્ર નિદાન કેમ્પ ના દાતા શ્રી નારણભાઇ માવશંગભાઈ બારડ દ્વારા દર્દી માટે ચા ને જમવાની વ્યવસ્થા પણ કરેલ ને સંપૂર્ણ કેમ્પ ના દાતા પણ રહેલ તેમજ આવનારી 28.8.2022 ના રોજ઼ 24 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ માનવ સેવા ગ્રુપ દ્વારા યોજાશે જેની નોંધ લેવી ત્થા વલ્લભીપુર માં ચાલતા સોશ્યલ ગ્રુપ નો તેમજ પત્રકાર મીડિયા ભાઈયો દ્વારા માનવ સેવા ગ્રુપ ના સમાચાર તમામ જરૂરિયાત મંદ પરિવારો સુધી પહોંચાડવા બદલ આભાર પણ માનેલ….
અહેવાલ ધર્મેન્દ્ર સિંહ સોલંકી વલભીપુર