કર્તવ્ય ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક રોપાનું વિતરણ કરાયું

22

ચેતન કાતરીયા અને નયન જોશી તેમજ ઉષા દુધેલા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. સામાજિક કાર્યોમાં અગ્રેસર એવા કર્તવ્ય ફાઉન્ડેશન (જય હિન્દ ગ્રુપ) દ્વારા છેલ્લા ચાર વર્ષથી રોપા વિતરણ નું કાર્ય થાય છે.પ્રજાજનો માં પ્રકૃતિ પ્રેમ વધે,વૃક્ષોનું મહત્વ સમજાય અને પર્યાવરણનું મહત્વ સમજાય અને પર્યાવરણ નું જતન થાય તેના માટે રોપાવો નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ ભાવનગર અને વિક્ટોરિયા પાર્ક ના વાસીઓએ લીધો હતો. જેમાં આ વર્ષ આયુર્વેદિક રોપા ઉપર વિશેષ ભાર રહ્યો હતો. લોકો તુલસી અરડુસી અજમો અને એલોવેરા જેવાઓની માંગણી કરતા હતા.”કર્તવ્ય ફાઉન્ડેશન”યુવાનો દ્વારા ચાલતી એક સમાજ સેવાકી સંસ્થા છે જેમાં ગરીબ બાળકોને શિક્ષણ શૈક્ષણિક સહાય પર્યાવરણનું રક્ષણ સમાજ સુધાર તાત્કાલિક લોહીની જરૂર કરવી જેવી ઘણી પ્રવૃત્તિઓ કરી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નયન જોશી ઉષા દુધેલા પાર્થ જાની બ્રિજેશ ભટ્ટ ભૌતિક પંડ્યા બોવિશ્વમ ધાંધલીયા નચિકેત ભટ્ટ મહેશ ધાંધલીયા પાર્થ આહીર અશ્વિન બારીયા હર્ષ પાટીલ જેવા યુવા મિત્રો એ પોતાનો કીમતી સમય આપીને આ આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

Previous articleવલ્લભીપુર માં માનવ સેવા ગ્રુપ આયોજિત 23 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો….
Next articleદારૂ પીધાના ત્રણ- ચાર કલાક બાદ આંખોમાં દેખાવાનું બંધ થયું – દર્દી