સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મ ચોર્યાશી ગ્રુપ ભાવનગર દ્વારા આવનારા સમયમાં બ્રહમ ચોર્યાસી માતૃ ધામ અકવાડા આયોજિત વિશે અગત્ય ની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

30

આથી સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો જિલ્લા અને શહેર હોદ્દેદારો મહિલા પાખના તમામ હોદ્દેદારો તમામ જ્ઞાતિના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી કારોબારી શ્રી અને સમસ્ત બ્રહ્મ સમાજને જણાવવાનું કે આગામી ડિસેમ્બર માસમાં માતૃધામ અકવાડા ખાતે રાંદલ માં ના પાટોત્સવ નિમિત્તે મહાવિષ્ણુયાગ નું આયોજન કરવામાં આવેલ છે તેમાં પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી, શ્રી મુક્તાનંદ બાપુ ચાપરડા, તેઓની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા અને શહેરની બ્રહ્મ ચોયૉશી નું આયોજન બાબતે આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમાં તમામ પેટા જ્ઞાતિના પ્રમુખશ્રી મંત્રીશ્રી સમાજના અગ્રણીઓ મહિલા મંડળ સર્વે ઉપસ્થિત રહેલ આ મીટીંગ માજી ગુહ રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ મિટિંગમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ વડીલો મુરબ્બીઓ સમાજના શ્રેષ્ઠિઓ ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહેલ આ પ્રસંગે રામવાડીના પ્રમુખ શ્રી કિરીટભાઈ પંડ્યા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરેલ તેનો પણ બ્રહ્મચોયૉશી ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરેલ છે નિમંત્રક :સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મ ચોયૉશી ગ્રુપ
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર

Previous articleઉમરાળા સંચાલિત શ્રીમતી જી. કે. પારેખ પ્રાયમરી સ્કુલ દ્રારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
Next articleગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના એન.સી.સી. અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ફાયર- રેસ્ક્યુ અને ઇમરજનસી મેનેજમેન્ટ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું