ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના એન.સી.સી. અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ફાયર- રેસ્ક્યુ અને ઇમરજનસી મેનેજમેન્ટ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું

77

આજ રોજ તા.08/09/2022 ના રોજ ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના એન.સી.સી. અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ફાયર- રેસ્ક્યુ અને ઇમરજનસી મેનેજમેન્ટ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજ કેમ્પસમાં યોજાયો હતો જેમાં સ્ટેશન ફાયર ઓફિસર પી.બી. રાવલ સાહેબ અને સબ ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રી સાહેબ અને ફાયરમેન સહિત સમગ્ર ટીમે વિદ્યાર્થીઓને ફાયર- રેસ્ક્યું વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપીને ફાયર ઇમરજન્સી સમયે ક્યા ક્યા પ્રકારના અગ્નિશામક સાધનોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અંગેના લાઈવ ડેમો્ટ્રેશન આપ્યા અને એન.સી.સી.કેડેટસ અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોને તાલીમ પણ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને ઇમરજન્સી સમયે શું કરી શકાય અને શું ના કરી શકાય એ બાબતની વિગતે સમજ પૂરી પાડી હતી . આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. હિમ્મત ભાલોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્ટાફમિત્રો અને 150થી વધુ એન.સી.સી. કેડેટસ અને અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous articleસમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મ ચોર્યાશી ગ્રુપ ભાવનગર દ્વારા આવનારા સમયમાં બ્રહમ ચોર્યાસી માતૃ ધામ અકવાડા આયોજિત વિશે અગત્ય ની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
Next article10-09-2022