ગુજરાતે ૧૬,૬૧૬ કામોના લક્ષ્યાંકને પાર કરી ૧૧૦ ટકાની સિદ્ધિ સાથે ૧૮,૨૨૦ કામો હાથ ધરાયા : પ્રદિપસિંહ જાડેજા

2074

ગુજરાતભરના ૧૩ હજારથી વધુ તળાવો, જળાશયો અને ચેકડેમો ઉંડા કરવા અને ૧૧૦૦૦ લાખ ઘનફૂટ વરસાદી પાણીના સંગ્રહમાં વધારો કરવો. ગુજરાતે પ્રચંડ જનશક્તિના બળે આ લક્ષ્યાંકથી પણ વધુ કામગીરી કરી બતાવી છે.

તા. ૧લી મેના રોજ આ અભિયાનમાં ૪૫ હજાર શ્રમયોગીઓ જોડાયા હતા તે આંકડો તા. ૩૦ મી મે સુધીમાં ૨ લાખ ૬૪ હજારે પહોંચ્યો.. આ અભિયાનમાં ઉદ્યોગ ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો, રાજ્ય સરકારના સાહસો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો અભૂતપૂર્વ સહકાર મળ્યો. તા. ૧લી મેના રોજ ૪૨૮ જેટલી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઇ હતી જે ૩૦ મી મે સુધીમાં ૨૩૮૦ જેટલી થઇ ગઇ. એ જ રીતે અભિયાન શરૂ થયુ ત્યારે જેસીબી, હીટાચી અને ડમ્પર કે ટ્રેક્ટર જેવા ૨૧૨૬ મશીન જોડાયા હતા જે ૩૦ મી મે સુધીમાં નવ ગણા વધીને ૧૮,૬૦૫ જેટલા થઇ ગયાં. હાલ આ અભિયાનમાં રાજ્યભરમાં ૪૩૭૮ જેટલા જેસીબી અને હિટાચી જેવા મશીનો ઉપરાંત ૧૪ હજાર જેટલાં ટ્રેકટર, ડમ્પર અને અન્ય મશીનરી દ્વારા માટી ઉપાડવામાં આવી રહી છે.

માસ્ટર પ્લાન મુજબ સમગ્ર ગુજરાતમાં ૧૬,૬૧૬ કામો કરવાના હતા. જે અંતર્ગત શરૂ થયેલા કામોની સંખ્યા ૧૮,૨૨૦ની થઇ છે. એટલે કે અંદાજે ૧૧૦ ટકા જેટલી સિદ્ધિ મળી છે. મંત્રીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જે કામો શરૂ કરાયા હતા તેમાં ૮,૫૮૮ કામો પૂર્ણ કરાયા છે જ્યારે ૯,૬૩૨ કામો પ્રગતિ હેઠળ છે.આ કામ દ્વારા રાજ્યમાં ૬૧.૧૫ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઇ શકી છે. હાલ આ અભિયાન અંતર્ગત ૨.૬૦ લાખ જેટલા શ્રમિકો દૈનિક કામ કરી રહ્યા છે અને રોજગારી મેળવી રહ્યા છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીની કામગીરીથી ૯,૭૪૭ લાખ ઘનફૂટ જળ સંચય થઇ શકશે.

આ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં તળાવો ઉંડા કરવાના ૪,૮૭૩ કામો, ચેકડેમમાંથી કાંપ કાઢવાના ૧,૭૭૭ કામો, જળાશયોમાંથી કાંપ કાઢવાના ૧૩૭ કામો, મરામતના ૨૪૪ કામો, ૮૨૫ કામો નહેરોની સફાઇના, મનરેગા હેઠળ તળાવ-ચેકડેમ ઉંડા કરવાના ૪,૬૯૪ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા કાંસ, ટાંકી, સમ્પ સફાઇના ૫૬૨ કામો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેઇનની સફાઇના ૨૩૩ કામો, જેવા અનેકવિધ કામો સંપન્ન થયા છે. આયોજન મુજબ જે ૧૬,૬૧૬ કામો કરવાના હતા તેમાંથી ૯,૬૩૨ કામો પ્રગતિ હેઠળના અને ૮,૫૮૮ કામો પૂર્ણ થતાં જળ સંચયના કુલ ૧૮,૨૨૦ કામો થઇ રહ્યા છે.  આ કામગીરી દરમિયાન પાટણ જિલ્લામાં લક્ષ્યાંક કરતા સૌથી વધુ એટલે કે ૧૫૬ ટકાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે, રાજ્યના ૩૩ જિલ્લા પૈકી ૨૯ જિલ્લાઓ એવા છે કે જેણે ૧૦૦ ટકા કે તેથી વધુ કામગીરી હાથ ધરી છે.  જ્યારે બાકીના ચાર જિલ્લામાં સરેરાશ ૯૯ ટકા જેટલી કામગીરી હાથ ધરાઇ છે.

ગુજરાત પ્રવાસન નિગમે તો ૩૪ જેટલા પ્રવાસન અને ધાર્મિક સ્થળો ઉપર સ્વચ્છતા સંબંધી કામગીરી હાથ ધરાઇ.               આ અભિયાન અંતર્ગત એક અંદાજ મુજબ ૩૦ જિલ્લાની ૩૪૦ કિ.મી. લંબાઇમાં ૩૨ નદીઓને પુનર્જીવીત કરવામાં આવી છે. પાણીની લાઇનના એરવાલ્વની ચકાસણી કામગીરી દરમિયાન ૩૮,૫૧૭ એરવાલ્વની ચકાસણી અને ૪,૫૫૬ એરવાલ્વનીમરામત પણ કરવામાં આવી છે.

Previous articleડ્રાયવિંગ લાયસન્સ એક્સપાયરી ડેટ પહેલા પણ રિન્યુ થઈ શકશે
Next article૧૪ જૂનથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવઃ કેબિનેટની બેઠકમાં આખરી ઓપ અપાશે