શહેરના ચિત્રા-ફુલસર વોર્ડના મહાદેવનગરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લાંબા સમયથી પીવાના પાણીની, ભારે સમસ્યા હોય વિસ્તારના રહીશો દ્વારા નગરસેવક કાંતિભાઈ ગોહેલને સાથે રાખીને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં વિસ્તારના કાર્યકર શિવુભા, વિક્રમસિંહ, મહંમદ ઈલીયાસ સહિત ભાઈઓ-બહેનો જોડાયા હતા અને વિસ્તારનો પાણી પ્રશ્ને સત્વરે ઉકેલવા માંગણી કરી હતી.
















