મહિલાઓ દ્વારા ચાલતી મંડળીઓમાં મધૂર ડેરી દ્વારા પર્યાવરણ બચાવવા પહેલ

1106

તા. ૫ જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. ગુજરાત સરકારની પર્યાવરણ ઝુંબેશમાં સહયોગી થવા મધુર ડેરી દ્વારા તા. ૫ થી ૯ જુન સુધી “પર્યાવરણ પર્વ” તરીકે ઉજવવા વિષેશ કાર્યક્રમનું આયોજન કરેલ છે. મધુર ડેરીના ચેરમેન ડૉ. શંકરસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ આ પર્વમાં મધુર ડેરીની ૧૦ દૂધ મંડળીઓ ઉપર પર્યાવરણ પર્વના ભાગરૂપે ચોમાસમાં વ્રુક્ષ ઉછેર કામગીરી હાથ ધરવા વ્રુક્ષના બિયારણ આપવામા આવશે.

સાથે સાથે ગુણવત્તાયુક્ત ગાંધીનગરના ભાગરૂપે મંડળીના આગેવાનો સાથે પર્યાવરણ અને સ્વચ્છતા સંબંધિ ચર્ચા કરી કામગીરીનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન હેઠળ તમામ દશ ગામોમાં વધુ વ્રુક્ષો વાવી પર્યાવરણ બચાવવાની પહેલ શરૂ કરવામાં આવશે.

મધુર ડેરીના “દૂધ સંપાદન અને મંડળી વિભાગ”ની આગેવાની હેઠળ મધુર ડેરીના કર્મચારીઓના સતત માર્ગદર્શન અને મુલાકાત દ્વારા વર્ષ દરમિયાન વાવેલા આ વ્રુક્ષોની સાર સંભાળ કરી યોગ્ય માવજત કરવામા આવશે. સરકારના તાજેતરના જળ સંચય અભિયાનની સફળતા બાદ આવતા ચોમાસામા વધુ વ્રુક્ષોનુ વાવતેર થાય અને પર્યાવરણ સુરક્ષા સચવાય તે હેતુસર આ પર્વની ઉજવણી ખુબ જ ઉલ્લેખનીય છે.

Previous articleસિદસર રોડ પરથી જુગારધામ ઝડપાયું
Next articleસ્કુલો શરૂ થવાની તૈયારી, સ્કુલ બેગની કિંમતમાં ધરખમ વધારો થતા કચવાટ