જાફરાબાદ તાલુકા પંચાયત નવા બિલ્ડીંગનું ખાતમુર્હૂત

1080

જાફરાબાદ તાલુકા પંચાયતના નવા બીલ્ડીંગ રૂા. ર કરોડ ૪૦ લાખના ખર્ચે ભાજપ સરકાર દ્વારા મંજુર થયેલનો આજે ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા ખાતમૂર્હૂત કરાયું.

જફારાબાદ તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગ રૂા. ર કરોડ ૪૦ લાખ રાજય સરકાર દ્વારા મંજુર થયેલ જેનું ખાતમુર્હૂત આજે ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ તાલુકાના સરપંચો તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા જિલ્લા પંચાયતના ચેરમેન ટીકુભાઈ વરૂ (કોંગ્રેસ) પુનાભાઈ ભીલ (જિલ્લા પંચાયત  ભાજપ) સરપંચ એસોસીએશન ઉપપ્રમુખ વિજાણંદભાઈ વાઘેલા (ભાજપ) તાલુકા પંચાયત ચેરમેન છગનભાઈ વાઘેલા મસરીભાઈ તાલુકા સદસ્ય, છગનભાઈ સરપંચ ચિત્રાસર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભીમભાઈ કવાડ, બલાણા સરપંચ છગનભાઈ ડાભી, તાલુકા સદસ્ય ઉકાભાઈ ભટવદર, વાંઢ સરપંચ ભરતભાઈ મીતીયાળા સરપંચ ચંદુભાઈ સહિત જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા સદસ્યો સરપંચો સહિત તેમજ તાલુકા ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કે.પી. વાઢેર, મામલતદાર ચૌહાણ તેમજ તાલુકા પંચાયત કચેરી તેમજ આઈઆરડી શાખાના તમામ કર્મચારીઓ તેમજ મીઠાપુર સરપંચ શાંતિભાઈ વરૂ, ઉપસરપંચ હરેશભાઈ ભાલીયા સહિતને તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાએ ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કર્યું.

Previous articleદામનગર સેવા સહ. મંડળીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન
Next articleપાલિતાણામાં પ્લાસ્ટીક ડ્રાઈવ અનેક વેપારીઓ ઝપટે ચડ્યા