રાજુલામાં કોંગ્રેસ દ્વારા ઝાલરનાદ સાથે રેલી યોજી

1133

રાજુલા ખાતે આજે ખેડુતોના વિધવિધ પ્રશ્નો બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજુલાના રાજમાર્ગો પર ઝાલરના નાદ સાથે મહારેલીનું આયોજન થયુ તાલુકા અને કોંગ્રેસના આગેવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતી રાજુલા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડુતોના વિધ વિધ પ્રશ્નો જેવા કે હાલ ખેડુતોને વાવણી માથા ઉપર રહેલ ખાતર બીયારણના ભાવ આસમાને પહોચ્યા હોવા છતા ખાતર ખેડુતોને મળતુ નથી અને કાળા બજારીયાઓ સગે વગે કરી જાય છે. તેમજ આજથી ખેડુતો માથે દેવુ શરૂ થઈ જાય છે અને ખેડુતને જીવન નિર્વાહ ખેતી ઉપર જ હોય છે અને ઉછી ઉધારા કરી આજનો ખેડુત વાવણીથી લઈ પાક તૈયાર કરે ત્યારે મોંઘાદાટ દવા ખાતર બીયારણ અને ખેતી ખર્ચ ગણીએ તો કપાસ ખેડુતને ખર્ચા સહિત બારસો રૂપીયા ઘરમાં પડે છે. અને સીંગ એક હજાર રૂપિયે ઘરમાં પડે છે. ત્યારે બીચારો ખેડુત રાત દિવસ ખેતી પાક મેળવવા રાત્રે ઉજાગરા કરે છે. અને તેમાય જો થોડો ઘણો ફેર પડે તો જંગલી રોજ ભૂંડ તૈાર પાકને એક રાતમાં સાફ કરી જાય છે અને તેમાય પાક ઘરમાં આવે અને માર્કેટમાં વેચવા મુકે તો જે ખર્ચો કર્યો હોય તેાથી આ વેપારીઓ અડધા ભાવે લુટે છે અને કહે છે કે સરકાર દ્વારા ભાવો બંધાય છે. તો આ ભાજપ સરકાર ઉપર કોંગ્રેસ આગેવાનો પ્રદેશ ડેલીકેટ બાબુભાઈ જાલોધરા શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીેનશભાઈ જાલોધરા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો દ્વારા ઝાલરના નાદ સાથે અને ખેડુતોનું દેવુ માફ કરે નહીતર ભાજપ સાફ કરોના નારા લગાવાયા હતા.

Previous articleગારીયાધારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝબ્બે
Next articleઘરફોડ ચોરીના ગુનામાં વધુ એક ઈસમને ઝડપી લેતી એલસીબી