ટોંગ-લી-મુડ ટુર્નામેન્ટમાં શિવાની પરમારે ગોલ્ડ મેડલ જીત્યો

1463

ઓલ ઇન્ડિયા ટોંગ-લી-મુડુ ફેડરેશન કપ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આયોજીત ટોંગ-લી-મુડ ટુર્નામેન્ટમાં અમદાવાદ શહેરની શિવાની ધીરજકુમાર પરમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. જેમાં ઓલ ઇન્ડિયામાં ગુજરાતની દીકરી શિવાની પરમારે તેના ટેલેન્ટથી ટોંગ-લી-મુડુ રમતમાં બધાને પરાજીત કરીને રમતમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.શિવાની છેલ્લા બે વર્ષથી સળંગ આ ગોલ્ડ મેડલ જીતી રહી છે.

ગોલ્ડ મેડલ વિજેતા શિવાની પરમારે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે બન્ને મહાનુભાવોએ તેના સુર્વણ ભવિષ્ય માટેના આર્શીવાદ અને શુભકામનાઓ પાઠવી હતી.

Previous articleઅધિકમાસના અંતિમ દિને ભાવેણાના આકાશમાંથી અગનગોળા વરસ્યા…
Next articleદહેગામમાં ઝુંપડાવાસીઓને મકાન આપવા નાણાં લઈને રઝળાવી દીધા