રાજુલાના હિંડોરણા ચોકડી પાસેથી બે શખ્સોએ કરી ટ્રકની તસ્કરી

971

રાજુલાના હિંડોરણા ચોકડી પાસેથી ગતરાત્રીના બે શખ્સો કરામાં આવી પાર્ક કરેલા ટ્રકની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બન્ને તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

રાજુલાના હીંડોરડા પોલીસ ચોકી પાસેથી ત્રીજીવા રટ્રકોની ચોરી થવા પામી છે. બાર પટોળીના લાલભાઈ મરમલના ટ્રકને ચોરી ગયા તેની હજી કોઈ ભાળ મળતી નથી ત્યાં ગત રાત્રીએ રાજુલા જાફરાબાદ ખાંભાની ખ્યાતનામ રવીરાજ પેઢીના માલિક સુરેશભાઈ વાળા કાઠી દરબારના ઓફીસ સામે જ પોતાના ટ્રક નં. જી.જે.૧૪ ૪૯૮૯ને પાર્કંગ કરેલ જેની કિંમત ૧પ લાખ હોય ત્સકોરો એ આ ટ્રકને ઉઠાવી જવા પુરૂ લોકેશન મેળવી રાત્રે ર વાગ્યા આસપાસ ચોર ગેંગના સભ્યો ઉઠાવી ગયા. રવીરાજ ટ્રાન્સપોટરની બાજુમાં ગેરેજ વાળાના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ જેમાં ર- ઈસમો ફોરવીલ કારમાં આવી નીચે ઉતરે છે અને બન્ને સાઈડથી આ ટ્રકમાં ચડે છે ફરી પાછા નીચે ઉતરી આ ટ્રકને કઈ બાજુ લઈ જવો તેનું લોકેશન મેળવે છે. આ ગેંગ માસ્ટર માઈન્ડથી આ ટ્રકની ચોરી ગયાની સીસીટીવી કેમેરામાં દર્શાવે છે. બીજી તરફ સુરેશભાઈ વાળા તુરંત રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસ તાત્કાલિક દોડી આવી સુરેશભાઈ વાળાની ફરિયાદના આધારે આ ગેંગને ઝડપી પાડ્યા ચક્રોગતિમાન કર્યા છે. તેની સાથે સાથે જિલ્લા પોલીસ અધ્યક્ષ નિર્લિપ્તરાયને જાણ કરતા એસઓજી સહિત પોલીસને આદેશો અપાતા આ તસકર ટોળકીને શોધવા પોલીસ તંત્ર કાર્યવાહી શરૂ કરી છે. આ બાબતે જબરૂ નામ ધરાવતી રવીરાજ પેઢીના ટ્રકની ચોરીથી ટ્રાન્સ્પોટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Previous articleદામનગર પો.સ્ટે.માં શાંતિ સમિતિની મળેલી બેઠક
Next articleપાલીતાણાના અનિડા ગામના યુવાનનો ઝેરી દવા પી આપઘાત : ચક્ચાર મચી