મહુવામાં ટ્રકની અડફેટે બાઈક ચાલક યુવાનનું મોત

875

મહુવામાં સાંજના સુમારે હેવનરોડ પર ટ્રકના ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

બનાવની મળતી વિગત મુજબ મહુવા ખાતે નુતનનગર હેવન રોડ પર રહેતા હિંમતભાઈ વાલજીભાઈ સોલંકી (ઉ.વ.રર) સાંજના સુમારે કારખાનેથી કામ પુર્ણ કરી પોતાનું બાઈક નં. જી.જે.૧૪ એલ ૬૧૩૪ પર પોતાના ઘરે જતા હતા ત્યારે હેવન ટોકીઝ રોડ પર સામેથી આવી રહેલાં કાળમુખા ટ્રક નં. જી.જે.૪ ટી ૬૩૦૭ના ચાલકે બાઈક સવારને ધડાકાભેર અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતાં મહુવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleકરજણ પો.સ્ટે.ના ગુનાના કામે ફરાર શખ્સ ઝડપાયો
Next articleઘોઘા કસ્બા જમાત પ્રા.શાળા ખાતે ઈફતાર પાર્ટી