સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.
બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ. માઢકના માર્ગદર્શન અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભાવિનભાઈ કે. વાગડીયાના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોર્ડ દ્વારા આજરોજ ગઢડાની મુખ્ય બજાર માર્ગ પર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ કુલ ર૧ દુકાનો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ જેટલા દુકાન ધારકો પાસેથી રૂા.૪૦૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ડો.મિલનભાઈ ઘેવરીયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બોટાદ જિલ્લાના અનેક ગામોમાં રેડ પાડવાની કામગીરી ચાલુ રહેશે.
ગઢડામાં ટાસ્ક ફોર્સ સ્કવોર્ડ દ્વારા રેડ પાડતા તમાકુ અને સીગારેટ વહેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કામગીરીમાં આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર ડો.મિલનભાઈ ઘુવરીયા, ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારી મયુરભાઈ ઢોલા, જિલ્લા કેર ટેકર પરેશભાઈ એમ. પટેલ, પુરવઠા-મામલતદાર વિભાગના અધિકારી કે.આર. જેબલીયા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી પ્રજ્ઞાબેન વ્યાસ અને ગઢડા પીએસઆઈ ધોરડા, તાલુકા સુપરવાઈઝર જી.ડી. ભીલ, ટીએફએ શ્રીધરભાઈ અને મેહુલભાઈ તથા સામાજિક કાર્યકર ગૌતમભાઈ વંડરા જોડાયા હતા.
















