ભાવ. જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજમાં ઈનામ વિતરણ કાર્યક્રમ

0
964

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતેની પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આજે સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેના ભાગરૂપે આજે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે આવેલી કન્યા પ્રાથમિક શાળા ખાતે ઇનામો આપીને બાળકોને પ્રોહત્સાહીત કરીને સન્માનિત કરાયાં હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય બાદ પ્રાર્થના મહેમાનોનું સ્વાગત અને જ્યારે બે સ્કૂલના ૮૦૦ જેટલી કીટ આપીને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીં  સરપંચ શક્તિસિંહ ગોહિલ, શેઠભાઈ વરતેજ, લાલભા ગોહિલ, રાજકુમાર મોરી, મિલન કુવાડીયા, દિનેશ ઠાકોર, રાહુલભાઈ આહીર, બળદેવ સોલંકી, સહિત આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here