તળાજા તાલુકાની મોટાધાણા પ્રા.શાળામાં તાજેતરમાં ધોરણ-૧ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. જેમાં મુખ્ય અતિથિ વડોદરિયા નાયબ ઈજનેર જીઆઈડીસી ભાવનગર, સીઆરસી કૃપાલભાઈ, સરપંચ ભોજાભાઈ, એસએમસી અધ્યક્ષ નાયાભાઈ ભેડા, ગામના આગેવાનો, યુવાનોની હાજરીમાં દાતાઓના સહયોગથી ધો.૧માં ૪પ બાળકોને શૈક્ષણિક કીટ સાથે પ્રવેશ આપવામાં આવ્યો. બાળકોએ ધોરણ ૧ થી પ અને ૬ થી ૮ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ બાળમેળાનો આનંદ લીધો હતો. મહેમાન અને વડીલોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. દાતા રામભાઈ ભંમર દ્વારા શાળાનાં તમામ બાળકોને પાઉંભાજીનું તિથિભોજન કરાવેલ. શાળાના શિક્ષકોએ શાળાને બે પંખાની ભેટ આપેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
















