સર્વોત્તમ ડેરી દ્વારા વિશ્વ યોગ-ડેની ઉજવણી કરાઈ

1077

તા.૨૧-૬-૨૦૧૮ને ગુરૂવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ. (સર્વોત્તમ ડેરી)ના સંકુલમાં યોગ દિવસ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ડેરીના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં હાજર રહેલ. આ કાર્યક્રમમાં સુર્ય નમસ્કારથી શરૂ કરી યોગની અલગ અલગ કસરતો તેમજ વિવિધ પ્રકારના યોગાસનો તેમજ પ્રાણાયામ કરવામાં આવેલ.

સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત દ્વારા આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે દરેકને યોગા કરવા બદલ શુભેચ્છા પાઠવેલ તેમજ યોગ કરવાથી આપણુ તન, મન તેમજ સ્વાસ્થ્ય સારૂ રહે છે. યોગએ ભારતીય સંસ્કૃતિએ આપેલી અમુલ્ય ભેટ છે અને ભારત દેશ સંપૂર્ણ વિશ્વને આપેલી દેન છે. તો આપણે આ સંસ્કૃતિના ભાગરૂપે દૈનિક સ્વરૂપે યોગ કરવા જ જોઈએ. આજ રીતે આજથી જ હરહંમેશ માટે યોગ કરવાની આદત પાડવાની સમજ અને સલાહ આપી હતી. સંઘના મેનેજિગ ડિરેકટર એચ.આર.જોષીએ જણાવેલ કે બદલાયેલી જીવનશૈલીમાં યોગને જીવનનો એક ભાગ બનાવવાથી નિરોગી જીવન જીવી શકાય આ માટે તેની કાયમી પ્રેકટીસ કરવી જોઈએ, યોગ અભ્યાસ માટે દર મહિનાની ૨૧ તારીખે યોગ કરવાની જાહેરાત કરેલ.

Previous articleગાંધીનગરની શાળામાં મુખ્ય સચિવ ર્ડા. જે.એન.સિંઘના હસ્તે પ્રવેશવિધી સંપન્ન
Next articleકુંભારીયા ગામે ડીઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ યોજાઈ