કુંભારીયા ગામે ડીઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ યોજાઈ

1670

રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ ઓમ ઈન્ટરનેશનલ સ્કુલના શિક્ષકો તેમજ બાળકોને ઈમરજન્સી સેવાને લગતી તાલીમ આપવામાં આવી આગામી ચોમાસા દરમિયાન અચાનક કોઈ ઘટના બને તો ઈમરજન્સી સારવાર આપવા માટે શિક્ષકોને ૧૦૮ની ટીમ ડેમો કરી તાલીમથી અવગત કરવામાં આવ્યા રાજુલાની શાળાઓમાં આગામી ચોમાસા દરમિયાન ગામમાં અચાનક કોઈ ઘટના બની જાય તો પ્રાથમિક સારવાર લઈ રીતેના અપાય તે માટે રાજુલાની ૧૦૮ ટીમના ઈ.એમ.ટી.દક્ષાબેન ચૌહાણ, પાયલોટ બાલુભાઈ ગોહિલ દ્વારા ડેમો કરી તાલીમ આપવામાં આવી હતી. રાજુલા તાલુકાના લીલાપર ગામ ખાતે આવેલ સરકારી મોડેલ સ્કુલમાં પણ આ તાલીમ યોજવામાં આવી હતી. શિક્ષણ વિભાગનું ચોમાસા પહેલા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અપાતી અને વ્યવસ્થા અગે એક જાગૃતિ લાવવા પ્રયાસ છે. જેના થકી ઈમરજન્સી ૧૦૮ની ટીમ દ્વારા ડેમો કરી શિક્ષકોને તાલીમ અપાય હતી.

Previous articleસર્વોત્તમ ડેરી દ્વારા વિશ્વ યોગ-ડેની ઉજવણી કરાઈ
Next articleઅંબરીશ ડેરનાં કાર્યાલયનું ઉદ્દઘાટન