બરવાળાનાં ચોકડી ગામે મંદિરની જગ્યામાં કોમ્યુનીટી હોલનું બાંધકામ કરતા લોકોરોષ

1184

બરવાળા તાલુકાના ચોકડી ગામે ગામદેવી બુટમાતાજીના મંદીરને ફાળવેલી જગ્યામાં ગ્રામ પંચાયતના ધ્વારા કોમ્યુનીટી હોલ બનાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો આ બાંધકામ અટકાવવા બાબતે ગ્રામજનો ધ્વારા મુખ્યમંત્રી કાર્યાલય,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતની કચેરીને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી તેમ છતા બાંધકામ અટકાવવામાં નહિ આવે તો ગ્રામજનો ધ્વારા ઉપવાસ આંદોલન ઉપર બેસવા અંગે મુદત આવામાં આવી હતી આ મુદત દરમ્યાન તંત્ર ધ્વારા કામ બંધ રાખવામાં નહિ આવતા ચોકડી ગ્રામપંચાયત પાસે ગ્રામજનો અચોકકસ મુદત સુધી ઉપવાસ આંદોલન જોડાઈ ગયા હતા. બરવાળા તાલુકાના ચોકડી ખાતે ગામદેવી બુટમાતાજીના મંદિરને સને :- ર૦૧૧/૧ર માં ગ્રામપંચાયતની બોડીએ ઠરાવ કરીને જગ્યા ફાળવેલ હતી જેમાં ભવિષ્યમાં સરકારી આવાસો કે કોઈ વ્યકિતગત બાંધકામ કરવુ નહિ તેમજ સદરહું જગ્યા મંદિરના વપરાશ કે મંદિર બનાવવુ તેવુ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.તે ઠરાવના વિરૂધ્ધમાં જઈ હાલના સરપંચ ધ્વારા ગ્રામજનો કે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ગ્રામપંચાયતના સરપંચ હસ્તક આંબેકડકર હોલનું બાંધકામ મંદિરને ફાળવેલ જગ્યામાં કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી ઉઠયો હતો જે અંગે ગ્રામજનો ધ્વારા મંદિરની અનામત જગ્યામાં કરવામાં આવી રહેલ આંબેડકર હોલ તથા અન્ય સરકારી આવાસો કે કોઈ વ્યકિતગત બાંધકામ અટકાવવા અંગે તા.૧પ/૬/ર૦૧૮ તેમજ તા.ર૭/૬/ર૦૧૮ ના રોજ વાગ્યે લેખિતમાં બાંધકામ અટકાવવા અંગે (મામલતદાર બરવાળા)ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ તેમજ મંદિરની અનામત રાખેલ જગ્યામાં કોમ્યુનીટી હોલનું બાંધકામ બંધ કરાવવામાં નહિ આવે તો દિન-૩ માં ચોકડી ગામના આગેવાનો તેમજ ગ્રામજનો અચોકકસ મુદતે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.આ મુદત પુર્ણ થઈ જતા તંત્ર ધ્વારા ચોકડી ગામના કોમ્યુનીટી હોલનું કામ બંધ રખાવવામાં નહિ આવતા આખરે ગ્રામજનો ચોકડી ગ્રામપંચાયતની બહાર મંડપ નાખી તા.૦ર/૦૭/ર૦૧૮ ના રોજ સવારના ૧૦ઃ૦૦ કલાકથી અચોકકસ મુદત સુધી ચોકડી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલનમાં બેસી ગયા છે.

Previous articleપાલિતાણા પોસ્ટ ઓફિસમાં નોન જયુડી સ્ટેમપની અછત
Next articleએસબીઆઈનાં ૬૩માં સ્થાપક દિન નિમિત્તે ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ