વાઘવદરડા-ખારી રોડ પરથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો

2379

મહુવા તાલુકાના વાઘવદરડા ખારી રોડ પર એકનાળા પાસેથી નર દિપડો મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે દિપડાનો મૃતદેહ કબ્જે કરી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે મહુવા વન વિભાગ કચેરીથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના વાઘવદરડાથી ખારી ગામ તરફ જવાના રોડ પર વાઘ વદરડા ગામ પાસે એક નાળા નિચે મૃત હાલતમાં દિપડાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મહુવા વન અધિકારી ઝાલાને મળતા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી મૃત દિપડાનો કબ્જો લઈ પી.એમ. અર્થે જેસરના રાણી ગાળા કચેરી ખાતે મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ દિપડો કોઈ વાહન અડફેટે ચડતા ગંભીર ઈજાને લઈને મોતને ભેટ્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

Previous articleરથયાત્રા સંદર્ભે કલેક્ટરે મિટીંગ યોજી
Next articleજમાદાર શેરીનાં જનરલ સ્ટોરમાંથી રૂા.૩.૫૦ લાખની સીગારેટની ચોરી