સિહોરમાં અષાઢી બીજે નિકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા

2083

ભગવાન જગન્નાથજીની સમગ્ર ગુજરાતની સાથે સાથે સિહોરમાં પણ ૨૪મી રથયાત્રા તા.૧૪-૭-૧૮ને શનિવારે સિહોર ઠાકરદ્વારા મંદિરેથી નીકળી સિહોરની ખારા કુવા ચોક, કંસારી બજાર, સુરકા દરાવજા, વડલાવાળી ખોડીયાર સ્ટેશન રોડ સુધી બપોર સુધીની યોજાશે. ત્યારબાદ યાબુજી મંદિરે વિશ્રામ ભોજન બાદ ૨-૩૦ કલાકથી રેલ્વે સ્ટેશન ફાટક, શાંત હનુમાન, ખાડીયા, સીંધી કેમ્પ, આંબેડકર ચોક થઈ નીજ મંદિરે પહુચશે આ જિલ્લાની બીજા નંબરની રથયાત્રા કહેવાય છે. ત્ચયારે આયોજકો દ્વારા બેનરો લગાડવા સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આ યાત્રાના સંચાલક ભરતભાઈ મલુકા સાથે વાતચીત કરતા તંત્ર દ્વારા કોઈ મીટીંગ હજુ સુધી નહી બોલાવ્યાનું ગઈકાલે જણાવેલ હતું ત્યારે તંત્ર દ્વારા આ રૂટ પર પેટ્રોલીંગ રસ્તા રીપેરીંગ વગેરેની સુચનાઓ આપવાની જરૂર હોય તો તંત્ર દ્વારા વહેલી તકે આ અંગે શાંતિ સમિતીની મીટીંગ બોલાવી યોગ્ય કરવા જણાવાયુ છે.