નાગેશ્રીના ટીંબી ગામ નજીકથી ઈગ્લીંશ દારૂ સાથે બે ઝડપાયા

2644

જાફરાબાદના નાગેશ્રી પોલીસ ટીમે પૂર્વ બાતમી આધારે ટીંબી ગામે નજીકથી મોટર સાયકલ પર ઈગ્લીંશ દારૂ લઈ પસાર થતાં બે ઈસમોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

નાગેશ્રી પોલીસ સબ ઈન્સ. એ.વી.પટેલ તથા સ્ટાફના માણસો સાથે ટીબી ગામે પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે ટીંબી ગામથી મોલી ગામ જવાના રસ્તે કોઈક ઈસમો મો.સા. પર ઈગ્લીંશ દારૂનો જથ્થો લઈ પસાર થવાના છે. તેવી હકીકત મળતા પ્રોહી વોચમા હતા તે દરમિયાન મોટર સાયકલ ઉપર પર પ્રાંતનો ઈગ્લીંશ દારૂ લઈ પસાર થતાં વિક્રમભાઈ જગુભાઈ વાળા રહે. નાદરખ નેહડા તા.ઉના., જીતુભાઈ વિરાભાઈ ગોહિલ રહે. નાદરખ નેહડા તા.ઉના., ઈગ્લીંશ દારૂની ૩૭૫ મી.લી.ની બોટલો નંગ ૧૮ કિ.રૂા.૩૬૦૦ તથા મોટર સાચયકલ કિ રૂા.૨૫૦૦ મળી કુલ કિ.રૂા.૨૮૬૦૦ના મુદ્દામાલ સાથે પકડાયેલ તેમના વિરૂધ્ધ પ્રોહી ધારા કલમ ૬૫ એ.ઈ. ૧૧૬(બી), ૯૮(૨) ૯૯.૮૧ મુજબ ગુનો રજી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉપરોક્ત કામગીરી નાગેશ્રી પોસ્ટેના પોલીસ સબ ઈન્સ. એ.વી.પટેલ તથા ટીબી આઉટ પોસ્ટના એ.એસ.આઈ એમ.ટી. ચુડાસમા પો. કોન્સ. રવીરાજભાઈ હસમુખભાઈ મોડાસીયા વિગેરેનાઓએ કરેલ.

Previous articleજાફરાબાદમાંથી દેશી દારૂના જત્થા સાથે બે મહિલા જબ્બે
Next articleજનતા રેડના મામલે હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ વિરૂદ્ધ ગુનો