રાજુલા ન.પા.માં રૂા.ર.૬૦ કરોડનું શૌચાલય કૌભાંડ

1162

રાજુલાના વિવાદીત કૌભાંડકારી ચીફ ઓફિસર આર.કે. પારેખનું નવું શૌચાલયોનું રૂા.ર કરોડ ૬૦ લાખનું મહાકૌભાંડની પોલ ખોલતા હાલની નવી બોડીના સદસ્યો રાજુલા નગરપાલિકામાં વર્ષ ર૦૧પના તત્કાલીન સત્તાધીશો અને ચીફ ઓફિસર રાકેશ પરીખ જે અગાઉ ઘણા કૌભાંડોમાં સંડોવાયેલ છે અને તેણે જ્યાં જ્યાં નોકરીઓ કરી જેવી કે મહુવા, ચલ્લાલા જેવા તાલુકાઓમાં પણ આ રીતે કૌભાંડો કરેલ તેના કેસો હજુ ચાલે છે અને તેની બદલી રાજુલામાં થતા રાજુલા શહેરની વિકાસના નામે મહાકૌભાંડો કરી ઘોર ખોદી નાખી છે. ગટર વ્યવસ્થા કરોડો રૂપિયાના કૌભાંડોનો આચરેલ છે અને ચોમાસુ શરૂ થતા જ ગટરોના નાના નાના ભુંગળાઓ ફીટ કરી ઉપર સીસી રોડ બનાવી નાખ્યા એટલે હવે ભુંગળા નવા મોટી સાઈઝના નાખવા હોય તો કરોડો રૂપિયાના બનેલ નવા રોડ તોડવાનું, ઠેર ઠેર ગંદકીનો માહોલ સર્જાયો છે. ત્યાં આ નવું કૌભાંડની પોલ ખોલતા નગરપાલિકાની નવી બોડીના પ્રમુખ બાઘુબેન વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાના આદેશ અનુસાર નગરપાલિકામાં ચૂંટાયેલ દિપેનભાઈ ધાખડા સદસ્ય રમેશભાઈ બાબુભાઈ કાતરીયા તેમજ કારોબારી ચેરમેન કિશોરભાઈ ધાખડા, વિનુભાઈ પરમાર સહિત સદસ્યોએ શૌચાલયોની ર૦૧પના સત્તાધીશો અને ચીફ ઓફિસર રાકેશ પરીખના શૌચાલયોનું ર કરોડ ૬૦ લાખનું મહાકૌભાંડ કે જેમાં ૧-૧ વ્યક્તિને નામે ચાર ચાર શૌચાલયોના ખરાઈ કર્યાનું સર્ટીફીકેટ આપી નાણાની ચુકવણી પણ કરી નાખી અને જુદા જુદા બીલોમાં વારંવાર એક જ વ્યક્તિના નામો ખુલ્યા તેવા ૧ર૮ લાભાર્થીઓના રજૂ કરાયેલ બીલોમાં માત્ર પ૭ વ્યક્તિના ફોટા છે. બાકીના ફોટાઓ જુદા જુદા નામે વારંવાર રીપીટ કરાયાના બીલો ચુકવાયાનું મહાકૌભાંડ આ તમામ બાબતોના પ્રુફો ભેગા કરી આ તમામ સદસ્યો શૌચાલયોના ફોટોગ્રાફી સાથે અમરેલી ખાતે ફાઈલ તૈયાર કરી દોડી આવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઉદેશી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્તરાય સહિતનાને રજૂઆત કરવામાં આવી છે.

 

Previous articleરાહુલ ગાંધીના ભાવનગરના પ્રવાસને લઈ કોંગ્રેસ આગેવાનોની મીટીંગ
Next articleઉપવાસ પર બેઠેલા ખેડુતોની રાહુલ ગાંધી મુલાકાતે આવશે