ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ થશે સસ્તું; સરકાર VAT ઘટાડશે

833
guj7-10-2017-1.jpg

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે એમની સરકાર પેટ્રોલ અને ડિઝલ પરના વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ)માં કાપ મૂકશે. બંને ઈંધણના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાની કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યોને વિનંતી કર્યા બાદ ગુજરાત સરકારે એ દિશામાં પહેલ કરી છે અને વેટમાં ઘટાડો કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બનશે.
ગુજરાતના આ નિર્ણયનું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અન્ય ભાજપશાસિત રાજ્યો પણ કરે એવી ધારણા છે. રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલ પરનો વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. સંબંધિત અધિકારીઓને મુસદ્દા પ્રસ્તાવ ઘડવાની સૂચના આપી દેવાઈ છે. નિર્ણયનો બે-ત્રણ દિવસમાં અમલ કરવામાં આવશે. જોકે વેટમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવશે એ વિશે રૂપાણીએ કશું જણાવ્યું નથી. ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડિઝલ, બંને પર ૨૮.૯૬ ટકા વેટ નાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પરની આબકારી જકાત (બેઝિક એક્સાઈઝ ડ્યૂટી)માં બે ટકાનો ઘટાડો કરી દીધો છે. એને પગલે પેટ્રોલ-ડિઝલ થોડુંક સસ્તું થયું છે. હવે રાજ્ય સરકારો પણ તેઓ દ્વારા અલગ અલગ રીતે લાગુ કરાતો વેટ ઘટાડે તો આ ઈંધણ વધારે સસ્તું થઈ શકે છે.

Previous articleકરૂણા એનિમલ એમ્બ્યુલન્સને સેવા માટે ખુલ્લી મુકતા વિજયભાઈ રૂપાણી
Next articleજાડેજાની રેસ્ટોરાં પર દરોડા, વાસી શાકભાજી મળતા નોટિસ