અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના જન કલ્યાણ ભવનનું આવતીકાલે ભૂમિપૂજન

1137

અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ્‌ સંવર્ધન રાષ્ટ્રીય સંસ્થા દ્વારા સમસ્ત વહીવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટે રાજસ્થાન સરકાર દ્વારા રપ કરોડના ખર્ચે જન કલ્યાણ સંસ્થાન સંકુલનું તા. ર૧ જુલાઈના રોજ જયપુર ખાતે મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધીયા દ્વારા બારોટ સમાજના આગેવાનો, સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજ કરાશે. જેમાં ગુજરાતના બારોટ સમાજના આગેવાનો પણ જોડાશે.

વહીવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટે રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી વસુંધરા આજે સિંધીયા દ્વારા રપ કરોડની ૧ લાખ સ્કવેર ફુટ જમીન પાંચ માળના બિલ્ડીંગ માટે આપવામાં આવેલ જેનાં માટે સમાજના આગેવાનોએ તન-તોડ મહેનત કરેલ છે. ત્યારે તા. ર૧ જ ુલાઈને શનિવારના રોજ વંશાવલી સંગ્રહાલયથી જન કલ્યાણ ભવનના નિર્માણ અર્થે ભુમિપુજન રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધીયાના હસ્તે કરાશે. આ પ્રસંગે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના રામ પ્રતાપજીભાઈ, શરદ રાવ ઢોલે, ગોપાલ ક્રિષ્ણ ભાટી, રાજયમંત્રી મહેન્દ્રસિંહ બેરાજ, વંશાવલી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મ ભટ્ટ, સંત ઉત્તમ સ્વામીજી મહારાજ, ડો. કૃષ્ણ ગોપાલજી, દેવેન્દ્રભાઈ દવે, કપીલભાઈ, વંશાવલી પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ સહિત ઉપસ્થિત રહેશે.

Previous articleજલાલપર હાઈ.માં તમાકુ મુક્ત શાળા અંગે કાર્યક્રમ યોજાયો
Next articleઆંબરડી પ્રા.શાળામાં રૂબેલા રસીકરણ