મહુવાના વાઘવદરડા ગામે ૨૦ મકાનો ધરાશાયી થયા

1754

મહુવા તાલુકાના વાઘવદરડા ગામે તાજેતરમાં ભારે વરસાદના કારણે ગામની નદીમાં આવેલ ભારે પૂરથી ૨૦ જેટલા મકાનો ધરાશયી થતા અનેક ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે.

એક સપ્તાહ પૂર્વે મહુવા તાલુકાના સેંદરડા, વાઘવદરડા મોટા ખુંટવડા શાંતિનગર સહિત અનેક ગામોમાં થયેલ અતિવૃષ્ટિના કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા આ પૂરના પાણી અનેક ગામોમાં ફરિ વળ્યા હતા પરંતુ વાઘવદરડા ગામે પૂર પ્રકોપના કારણે સર્વાધિક નુકશાન થવા પામ્યુ છે આ ગામમાં અંદાજે ૨૦ થી વધુ કાચા મકાનો તુટી પડ્યા છે. પરીણામે અનેક પરિવારો ઘર વિહોણા થઈ જવા પામ્યા છે તેમની ઘરવખરી અનાજ સહિતની ચિઝ વસ્તુ પાણીમાં વહી જવા સાથે પલળીને નષ્ટ થઈ ગઈ છે. આથી આવા ગરીબ પરિવારોને ગામ લોકોએ અન્ન પાણી સાથે આશરો આપ્યો છે આવા ગરીબ લોકોને સરકાર તત્કાલ સહાય ચૂકવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Previous articleસિહોરમાં કાર બેકાબુ બની ડીવાઈડર પર ચડી
Next articleગ્રામ્ય જિલ્લા-કક્ષાના કલા મહાકુંભનું થયેલુ આયોજન