ખાખબાઈ ગામનો યુવાન ૩ દિવસથી પુરના પ્રવાહમાં લાપતા

1027

રાજુલા નજીક ખાખબાઈની ધાતરવડી નદીમાં ગુમ થયેલ ભરવાડને શોધવા માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ પોતાના જીવના જોખમે પાણીમાં કુદકો લગાવ્યો હતો. જ્યારે ત્યાં ઉમટેલા સ્થાનિકોના ટોળા સ્તબ્ધ થઈ ગયા હતા. ડેપ્યુટી કલેક્ટર દ્વારા બોલાવેલ એનડીઆરએફની ટીમ, ટીડીઓ, મામલતદારની સ્થાનિક તંત્રની તરવૈયા ટીમની છેક દરિયા સુધી શોધખોળ છતા ક્યાંય ૩-૩ દિવસે પતો ન મળતા ગામમાં ચિંતાનો માહોલ છવાયો છે.

રાજુલા નજીક ખાખબાઈના ધાતરવડી-ર ડેમ ઓવરફ્લો થતા ધસમસતા પાણીના પ્રવાહમાં ખાખબાઈ ગામના આધેડ ભરવાડ ગુમ થતા માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને જાણ થતા તેની ટીમ સાથે ઘટનાસ્થળેથી ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. જે ગામ લોકોને આજ નદીમાં ર વર્ષ પહેલા બ્રાહ્મણના ૩ બાળકોને રાત્રે બાર વાગે નદીમાં ઝંપલાવી ૩ બાળકોની લાશો હિરાભાઈ સોલંકીએ બહાર કાઢેલની યાદ ગામ લોકોને તાજી થઈ અને હિરાભાઈ સાથે એનડીઆરએફ ટીમ તથા ગામ આગેવાન કરશનભાઈની ટીમના રાવળ જોગી યુવાન પણ હીરાભાઈ સાથે ખાખબાઈથી છેક હિંડોરડા સુધીની નદી ફંફોળી નાખી છતાં લાશ ન મળી પણ હીરાભાઈની જે ગમે તેવી આફતોમાં હીરાભાઈ મોખરે હોય છે. ખાખબાઈના ભરવાડ ભોજાભાઈ મેરૂભાઈ ઉ.વ.૪પને શોધવા ખૂબ જહેમત ગઈકાલે ઉઠાવેલ ત્યારે આજે મામલતદાર ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી સ્થાનિક તરવૈયાઓને લઈ ધાતરવડી નદીમાં હિંડોરડા, વડ, ધારાનાનેસ અને દરિયા સુધી પાણીમાં શોધખોળ કરેલ છે. આજે ૩-૩ દિવસે ભોજાભાઈ ભરવાડ ગુમ થયેલનો અતો-પતો ન મળતા ખાખબાઈ ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

Previous articleઝાકરીયા સ્કુલ દ્વારા વૃક્ષા રોપણ
Next articleધોલેરા-વટામણ હાઈવે પર એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત