એન્ડ્રયુ નિબોન જ તેનો પતિ છે : ઇલિયાના દ્વારા કબુલાત

1963

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે આખરે લગ્ન કર્યા હોવાની કબુલાત પરોક્ષરીતે કરી લીધી છે. ઇલિયાનાએ કબુલાત કરી છે કે એન્ડ્રુય નિબોન જ તેનો પતિ છે. ઇલિયાના પોતાની પર્સનલ લાઇફને અંગત રાખે છે. જો કે તે પોતાના લવ રિલેશનશીપને લઇને સોશિયલ મિડિયામાં હમેંશા ફોટાઓ મુકતી રહે છે. હવે નવા ફોટો મુકી દેવામાં આવ્યા છે. નિબોનની સાથે તે કેટલાક ફોટો પણ મુકી રહી છે. નિબોનની સાથે પહેલા પણ તે કેટલાક ફોટો મુકી ચુકી છે. હવે નવા ફોટો મુકી દેવામાં આવ્યા છે. કેટલાક ફોટોમાં તે અંગુઠી પહેરેલી પણ નજરે પડી રહી છે. જો કે આ સંબંધમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ઇલિયાના ડી ક્રુઝે કોઇ જવાબ આપ્યો ન હતો. જો કે ફોટાની વચ્ચે જે કેપ્શન લખવામાં આવી છે તેનાથી સાબિત થાય છે કે તે લગ્ન કરી ચુકી છે. લગ્નને લઇને પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી. ઇલિયાના ખુબ જ કુશળ  સ્ટાર હોવા છતાં તેને ફિલ્મોમાં વધારે સફળતા મળી નથી.

Previous articleશિલ્પા શેટ્ટી કુન્દ્રાએ દસ કા દમની કમાણી દાનમાં આપી!
Next articleકામધેનુ યુનિવિર્સટીમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ