દહેગામમાં આડેધડ લારીઓ ઉભી રાખતા વેપારીઓ -રહિશો વચ્ચે વિવાદ

1199

દહેગામની શાકમાર્કેટ નજીક આવેલી ૨૮ મકાનો ધરાવતી અતુલ સોસાયટીના રસ્તા પર તેમજ સોસાયટીની દિવાલ પાછળ સુવિધા પથ પર શાકભાજીના વેપારીઓ આડેધડ લારીઓ ઉભી રાખી અવર જવના રસ્તાને અવરોધ કરતા હોવાથી તેમજ શાકભાજીના કચરાને મનફાવે તેમ ફેંકીને ગંદકી કરતા રહિશો તેમજ શાકભાજીની લારીઓ વાળા વચ્ચે બોલાચાલી થયા બાદ હોબાળો થયો હતો. સોસાયટીના રહિશોએ પાલિકા દ્વારા લારીઓ દૂર ન કરાય તો દસ દિવસ બાદ કલેકટર કચેરી આગળ ઉપવાસ આંદોલન કરનાર હોવાનું જણાવ્યુ હતુ.

દહેગામની અતુલ સોસાયટીના રસ્તા પર તેમજ સોસાયટીની દિવાલ પાછળ સુવિધા પથ પર શાકભાજીના વેપારીઓ આડેધડ લારીઓ ઉભી રાખી અવર જવરના રસ્તાને અવરોધ કરતા હોવાથી તેમજ શાકભાજીના કચરાને મનફાવે તેમ ફેંકીને ગંદકી કરતા હોવાથી મંગળવારે સોસાયટીના રહિશો તેમજ શાકભાજીની લારીઓ વાળા વચ્ચે બોલાચાલી થયા બાદ હોબાળો થયો હતો. સોસાયટીના રહિશોએ પાલિકા દ્વારા લારીઓ દૂર ન કરાય તો દસ દિવસ બાદ કલેકટર કચેરી આગળ ઉપવાસ આંદોલન કરનાર હોવાનું જણાવ્યુ હતુ. શાકમાર્કેટના ગેરકાયદે દબાણ અંગે નગરપાલિકા તેમજ જિલ્લા કલેકટર કચેરીમાં પણ રહિશોએ રજૂઆત કરી હોવા છતાં કોઇ કાયમી ઉકેલ લાવવામાં ન આવતાં રહિશો અકળાઇ ઉઠયા હતા.

Previous articleછત્રાલ ગામે ગૌચરની જમીનમાં તાણી બાંધેલા દબાણ હટાવવા મેગા ડિમોલીશન
Next articleજિલ્લાના ૨૫૦ ગામોમાં ક્લોરીનેશન પ્લાન્ટ ફીટ કરાશે