અમરેલી જિલ્લા પોવીસ વડા દ્વારા રાજુલા તાલુકામાંથઈ રૂા.૫૧ કરોડથી વધુની રકમ ખનીજ ચોરી ઝડપાઈ જવા પામી છે. આ ચોરીમાં સંડોવાયેલ નવ શખ્સોે વિરૂધ્ધ ફરિયાદ નોંધવા પામી છે.
અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ પણે ખનીજ ચોરી આચરી પર્યાવરણ તથા રાજ્ય સરકારને પારાવાર નુકશાની પહોચાડી રહ્યા છે. આ બાબતને લઈને અમરેલી જિલ્લાના નવ નિયુક્ત એસ.પી. નિર્લીપ્ત રાય તથા અન્ય પોલીસ જવાનો તથા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા રાજુલાની ધાતરવાડી નદીના પટમાં લાંબા સમયથી ગેરકાયદે રેતીનું વહન કરતા અનેક વાહનો સાથે નવશખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર જે સ્થાન પર ખનીજ ચોરી આચરવામાં આવી છે તેની કિંમત રૂા.૫૧ કરોડથી વધુની રકમ થવા જાય છે પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનના પગલે ભૂ માફિયાઓ તથા ખનીજ ચોરી આચરતા તત્વોમાં બારે ફફડાટ વ્યાપ્યો છે અને પોતાના કાળા બારોબારના કારોબાર બંધ કરી તત્કાલ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે.
ખનિજ ચોરીની આંકડાકીય માહિતી
રાજુલાના વડ ગામથી ખાખબાઇ ગામ સુધીના વિસ્તારમાં આવેલ ધાતરવડી નદીમાં સર્વે કરાયો હતો. આ નદીમાં કાયદેસર લીઝોને બાદ કરતાં કુલ ૭,૬૮,૦૬૪ સ્કવેર મીટર વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ થયાંનું બહાર આવ્યું હતું. કુલ ૭,૬૮,૦૬૪ સ્કવેર મીટર વિસ્તારમાં કુલ ૨૧,૬૫,૯૪૦/- મેટ્રીક ટન ખનીજની ચોરી થયેલી હતી જેથી એક ટનના રૂા.૨૪૦/- મુજબ કિમત ગણતાં કુલ રૂા. ૫૧,૯૮,૨૫,૪૭૧/- (એકાવન કરોડ અઠ્ઠાણું લાખ પચીસ હજાર ચારસો ઇકોતેર) ની ખનીજ ચોરી ગણવામાં આવી હતી.
ચોરીના મુદ્દામાલ સાથે ૭ શખ્સો ઝડપાયા
(૧) ધીરૂભાઇ દડુભાઇ ધાખડા રહે.વડલી તા.રાજુલા
(૨) મનુભાઇ ખીમાભાઇ ડાભી રહે. છતડીયા તા.રાજુલા
(૩) મનુભાઇ સુખાભાઇ ભીલ રહે.લોઠપુર તા.જાફરાબાદ
(૪) ગોપાલભાઇ બચુભાઇ સાંખટ રહે.લોઠપુર તા.જાફરાબાદ
(૫) ઉલ્લાસભાઇ લાભુભાઇ રહે.કોડીનાર
(૬) જસુભાઇ સેલારભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલા
(૭) વિરમભાઇ કાળાભાઇ ઓડેદરા રહે.રાજુલા
(૮) કિરણભાઇ વિરાભાઇ ધાખડા રહે.લોઠપુર જાફરાબાદ
(૯) મધુભાઇ દાનુભાઇ ધાખડા રહે.વડ રાજુલા



















