જૂના વાહનમાં HSRP નખાવવાની  છેલ્લી તારીખ ૩૧ ઓગષ્ટ કરાઈ

1197

સરકારે તમામ વાહનોમાં ૐજીઇઁ ફરજિયાત બનાવ્યાના સાત મહિના બાદ પણ હજુય કરોડો વાહનોમાં નંબર પ્લેટો બદલવાની બાકી છે, ત્યારે ફરી એક વખત તેના માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આમ તો ૩૧ જુલાઈએ તેની મુદ્દત પૂરી થઈ રહી હતી, પરંતુ હવે છેલ્લી તારીખ લંબાવીને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ કરવામાં આવી છે.

માત્ર અમદાવાદની જ વાત કરીએ તો, શહેરમાં જ હજુ સાડા આઠ લાખથી પણ વધુ વાહનોમાં નંબર પ્લેટ બદલવાની બાકી છે. અમદવાદમાં હજુ સુધી માત્ર ૧.૮૫ લાખ ટુ વ્હીલર, ૮૮ હજાર કાર અને ૬૪ હજાર કોમર્શિયલ વાહનોમાં જ નવી નંબર પ્લેટ ફિટ કરવામાં આવી છે. જયારે, સમગ્ર રાજયમાં ૨૯ લાખ વાહનોમાં જ ૐજીઇઁ ફિટ થઈ શકી છે.

એક તરફ, સરકાર વાહનોના ડીલર સાથે ટાઈ-અપ કરી આ કામગીરી માટે લોકોને પરેશાન ન થવું પડે તેવા પગલાં લેવાયા હોવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ હકીકત એ છે કે હજુય દ્યણા વાહન ડીલરો જુના વાહનોમાં ૐજીઇઁ નથી નાખી આપતા, જેના કારણે લોકોને ફરજિયાતપણે આરટીઓનો ધક્કો ખાવો પડે છે.

આરટીઓમાં પણ ઓનલાઈન પેમેન્ટને બદલે રુબરુ જઈને જ નવી નંબર પ્લેટ માટે ફી ભરવી પડે છે, જેના કારણે લોકોને લાંબો સમય સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે, અને ફી ભર્યા બાદ અપોઈન્ટમેન્ટનો મેસેજ આવે ત્યારે નંબર પ્લેટ નખાવવા માટે પણ ફરી આરટીઓમાં જવું પડે છે, અને તેમાં પણ લાંબો સમય રાહ જોવી પડે છે. જે નંબર પ્લેટ નાખવામાં આવી રહી છે તેની કવોલિટી પણ સાવ ઉતરતી કક્ષાની હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

તેમાંય ટુ વ્હીલરમાં તો વાહન પડી જાય કે પછી હળવી ટક્કર થાય તો પણ નંબર પ્લેટ વળી કે તૂટી જતી હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ તેમની ફરિયાદ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

Previous articleઅંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Next articleજમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે : મહેસુલમંત્રી કૌશિક પટેલે ખાતરી આપી