મહાત્મા મંદિર ખાતે ત્રીજીથી હસ્તકલા બાયર સેલર મીટ યાજાશે

997

રાજ્યના હસ્તકલા-હાથશાળ ઉદ્યોગના કારીગરોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમને યોગ્ય આર્થિક વળતર મળે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધા છે.

જેના ભાગરૂપે આગામી તા. ૩ થી ૬ ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ઇન્ટરનેશનલ બાયર સેલર મીટ, ગરવી ગુજરાત-૨૦૧૮’નું આયોજન ગુજરાત સ્ટેટ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટસ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરાયું છે.

મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ બાયર સેલર મીટને તા.૩જી ઓગસ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખુલ્લી મૂકશે.

આ મીટમાં ૧૦૦ આંતરાષ્ટ્રીય અને ૨૦૦ દેશભરના કલા કસબીઓ ઉપસ્થિત રહેશે અને ૧૫૦થી વધુ કૃતિઓનું નિદર્શન કરવામાં આવનાર છે, એમ ગુજરાત હેન્ડલુમ એન્ડ હેન્ડ્રીક્રાફટ્સ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે.

Previous articleવૈષ્ણોદેવી સુધીની ૨૨ હોટલના સંચાલકોને પાર્કિંગ મુદ્દે નોટિસ
Next articleમાણસામાં રખડતા પશુઓનો ત્રાસ, પગલાં માટે દુર્ઘટનાની રાહ જોતુ તંત્ર