ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક.લીના ચેરમેન તરીકે બીજીવાર મહેશભાઈ પટેલ બિનહરીફ

1657

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા માં ૧૩પ શાખા ઓ અને ૩૧૦૦ કરોડ થી વધુ ટનૅ ઓવર ધરાવતી અને ખેડૂતો ની આથ્િૉક જીવાદોરી સમાન ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની શનિવારે બેંક ના સભાખંડ માં અધ્યાસી અધિકારી નાયબ કલેકટર ઈડર ની અધ્યક્ષતા માં યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચુંટણી માં ગુજરાત માં સહકારી ક્ષેત્ર માં આગવું સ્થાન ધરાવતા મહેશભાઈ અમીચંદભાઈ પટેલ ની પુનઃ ચેરમેન તરીકે અને વાઈસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ ભાટી ની બિનહરીફ સવૉનુમતે વરણી કરવામાં આવતા બંને જીલ્લા માં લોકો,ખેડૂતો સહિત સહકારી અગ્રણી ઓ એ અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર જીલ્લા માં થી મોટી સંખ્યા માં અગ્રણી ઓ શુભેચ્છકો ઉપસ્થિત રહી પુષ્પમાળા ઓ અને બુકે આપી સન્માનિત કરવા લાંબી હરોળ જામી હતી.

ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન તરીકે કુનેહપુવૅક ના વહીવટ ના પગલે સતત પ્રગતિશીલ બનતા અને બંને જીલ્લા ના ખેડુતો માટે આથ્િૉક આશીવૉદરૂપ બની હતી.જનધન યોજના અને અટલ પેન્શન યોજના માં સમગ્ર દેશ માં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ મહેશભાઈ પટેલ ને રાષ્ટ્ર કક્ષા એ એવોડૅ પ્રાપ્ત થયા હતા.બેંક ના ડિરેકટરો એ તેમની પર પુનઃ ચેરમેન પદ માટે નિયુકત કરી બેંક ની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.

Previous articleરોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના સહયોગથી વૈદિક પરિવાર દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ યોજાયો
Next articleશ્રાવણમાં ઉપવાસભંગનો કારસોઃ ફરાળી લોટમાં ઘઉંનો લોટ મિક્સ કરી વેચવાનું કૌભાંડ