દામનગરનાં સામાજીક અગ્રણી રવજીભાઈ નારોલાનાં માતુશ્રીનું અવસાન થતા તેની પૂણ્યસ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજ્યનાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, વરાછા સહકારી બેંકનાં પ્રભુદાસ સહિત રાજકીય, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ૯૪ બોટલ રક્તદાન એકત્ર થયુ હતું.



















