સંજય દત્ત અફઘાન શાસકની ભૂમિકા ભજવશે

1144

’સાહિબ બીવી અને ગેંગસ્ટર ૩’ બાદ સંજય દત્ત આશુતોષ ગોવારિકરની ફિલ્મ ’પાનીપત’ની તૈયારીઓમાં લાગી ગયા છે. ફિલ્મોમાં સંજય દત્ત અફગાન શાસકની ભૂમિકા ભજવશે અને તેના માટે તેઓ પોતાના કેરેક્ટરની તૈયારીમાં લાગી ગયા છે. આ વખતે પણ સંજય દત્ત નેગેટિવ પાત્રમાં જોવા મળશે. આશુતોષ પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત ફિલ્મ ’પાનીપત’ બનાવવા જઈ રહ્યા છે. જેમાં સંજય દત્ત ઉપરાંત અર્જુન કપૂર અને કૃતિ સેનન જેવા એક્ટર્સ પણ જોવા મળશે. ફિલ્મ ૬ ડિસેમ્બર ૨૦૧૯ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિપોટ્‌ર્સનું માનીએ તો ફિલ્મમાં અર્જુન એક મારાઠા યોદ્ધાનું પાત્ર ભજવશે. આશુતોષ આ પહેલા ’મોહનજોદારો’ અને ’લગાન’ જેવી પીરિયડ ડ્રામા ફિલ્મો લાવી ચુક્યા છે. ઋતિક રોશન સાથે તેમની ફિલ્મ મોહનજોદારો જ્યાં ફ્લોપ સાબિત થઈ હતી જ્યારે આમિર ખાન સાથે કરેલી ફિલ્મ લગાન સુપરહિટ સાબિત થઈ હતી. ત્યાર બાદ હવે આશુતોષ એક વધુ પીરિયડ ડ્રામા ફિલ્મ ’પાનીપત’ લઈને આવી રહ્યા છે.

Previous articleખુબ સુરત કેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે
Next articleહું મારા માતા શ્રીદેવીની જેમ જ છું સંવેદનશીલ : જાહ્નવી કપૂર