સરભંડા ગામે જુગાર રમતાં નવ ગેમ્લબરો ઝડપાયા

951

ગારિયાધારના સરભંડા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં નવ ગેમ્લબરોને ગારિયાધાર પોલીસે બાતમી રાહે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં અગ્રાવતનાં માર્ગદર્શન મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં  હેડ.પી.કે.ગામેતી, પો.કો.મયુરસિંહ.કે.ગોહિલ, પો.કો. શકિતસિંહ સરવૈયા, ડ્રા.પો.કો.ગીરીરાજસિંહ.ડી. સરવૈયા તથા.અન્ય પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો.શકિતસિંહ સરવૈયાને મળેલ બાતમી આધારે સરભંડા ગામમાં રહેતાં ભીખુભાઈ જીલુભાઇનાં ધરની બહાર વાડા પાસે ખુલ્લી જાહેર જગ્યામાં ગંજીપાના તથા રોકડ રકમ વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા જેન્તીભાઇ ઉકાભાઇ રહે બેલા  દિનેશભાઇ જેન્તીભાઇ ધેલાણી રહે વાધાણી શેરી ગારીયાધાર, અશોકભાઇ પોપટભાઇ બદાણીયા રહે ધોબા ગામ, ભરતભાઇ ઉકાભાઇ સોલંકી રહે ફીફાદ ગામ, દેવજીભાઇ અમરાભાઇ વણઝારા રહે મહાવીરનગર ગારીયાધાર, શૈલેષભાઇ શંભુભાઇ ઝીંઝરીયા રહે સરભંડા, દીપકભાઇ હિંમતભાઇ ડાભી રહે સરભંડા, ભીખુભાઈ જીલુભાઇ ખુમાણ રહે સરભંડા, ભરતભાઇ ગોવિંદભાઇ ઝીંઝરીયા,સરભંડા,ગારીયાધાર વાળાઓને જુગારનાં સાહિત્ય ગંજીપતાનો કેટ.નંગ.૦૧, રોકડ રૂપિયા.૨૧,૩૩૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૯/કિ.રૂ.૧૪,૫૦૦/-કુલ. કિંમત.૩૫,૮૩૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleવિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી
Next articleનાગરિક બેંક દ્વારા કાલે કાલે ભેટ વિતરણ સમારોહ