સિહોર વિદ્યામંજરી વિદ્યાપીઠ ખાતે વર્લ્ડ લાયન-ડેની ઉજવણી

788

સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં તા-૧૦/૦૮ને શુક્રવારના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાઈ, આ દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોરા પહેરી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. શિક્ષકો દ્વારા સિંહનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ સિંહ વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સિંહના બચાવ માટે ના નારાઓ પણ બોલવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું પણ આયોજન થયુ હતું તેમજ વિદ્યાર્થીઓને સિંહ વિશેની ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

Previous articleદામનગર ખાતે પ્રા.શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Next articleગઢડા ઢસા ખાતે સિંહ દિવસની ઉજવણી  કરવામાં આવી