એશિયાડની રંગારંગ કાર્યક્રમ વચ્ચે ખૂબ રોમાંચક શરૂઆત

834

જેની ઉત્સુકતાપૂર્વક ખેલી પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે એશિયન ગેમ્સની ઈન્ડોનેશિયામાં શરૂઆત થઈ ચુકી છે. જાકાર્તા અને પાલેમબાગમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપનિંગ સેરેમનીમાં રંગારંગ કાર્યક્રમ જોઈને તમામ લોકો રોમાંચિત થયા હતા. ઓપનિંગ સેરેમનની પુર્ણાહુતિ થતાની સાથે જ એશિયન ગેમ્સની શરૂઆત થઈ ગઈ છે. ભારત માટે આ વખતે ખૂબ સારી તક રહેલી છે. કલાકારોઓ પોતાની રજુઆત મારફતે તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કલાકારોએ ફાયર ડાન્સ કરીને પણ ધ્યાન ખેંચ્યું હતું. ઓપનિંગ સેરેમનીને લઈને જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ડોનેશિયાના કલાકારોએ પારંપરિક નૃત્ય રજુ કર્યા હતા. ઈન્ડોનેશિયા બીજી વખત આનું આયોજન કરી રહ્યું છે. ફ્લેગ હોસ્ટીંગ સેરેમની પણ યોજવામાં આવી હતી. ભારતીય દળનું નેતૃત્વ જ્વેલીન થ્રોવર નિરજ ચોપડા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓ ૩૬ રમતોમાં મેદાનમાં ઉતરી રહ્યા છે. ૫૭૧ એથલિટોની ટીમ ઈન્ડોનેશિયા પહોંચી છે. આજે સૌથી પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓએ માર્ચ પાસ્ટ યોજ્યું હતું. ત્યારબાદ બેહરીન, કંબોડિયા, ચીન, હોંગકોંગના ખેલાડીઓ આવ્યા હતા. ભારતના ખેલાડીઓ નવમાં ક્રમે આવ્યા હતા. નિરજે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી. ફ્લેગ હોસ્ટીંગના કાર્યક્રમ પછી ઈન્ડોનેશિયાની ગાયિકા વીવા વાલેને ગીત રજુ કરીને રોમાંચિત કરી દીધા હતા. ૧૮માં એશિયન રમોત્સવનું સત્તાવાર થીમ સોંગ પણ રજુ કરવામાં આવ્યું હતું. ૧૦ હજારથી વધુ ખેલાડીઓની ઉપસ્થિતિ આમાં રહેનાર છે. ૪૫ દેશોના ખેલાડીઓ પહોંચ્યા છે. એશિયન ગેમ્સનું પ્રસારણ સોની નેટવર્ક ચેનલ પરથી કરવામાં આવી રહ્યું છે. ભારતને ખૂબ સારી તક રહેલી છે. આવતીકાલે ૧૯મીથી સ્પર્ધાઓ શરૂ થશે.