લુણસાપુરની સિન્ટેક્ષ કોટન કંપનીમાં આગ

1101

લુણસાપુરની મહાકાય સિન્ટેક્ષ કોટન કંપનીમાં રાત્રે ઓચીંતા ૪ નંબરના યુનીટ કપાસથી છલોછલ ગાસડીઓ ભરેલ ગોડાઉનમાં ઓચીંતા ભીષણ આગ લાગી હજારોની સંખ્યામાં સિન્ટેક્ષ કંપનીમાં કામ કરતા યુવક યુવતીઓ સ્તબ્ધ થયા ભાગ્ય જોગે કોઈ જાનહાની ન થયાના અહેવાલ મળી રહ્યા છે. જયારે આ વાતની ખબર પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીના પુત્ર ભાવેશ સોલંકી સાથે રાત્રે સીન્ટેક્ષ કંપનીમા વિકરાળ આગ લાગ્યાના ખબર પડતા જ રાજુલા જાફરાબાદની તેની ટીમ સાથે માનવ સેવાર્થે પહોંચી ગયા તેમજ આ ઘટનાની જાણ પોલીસ મથક જાફરાબાદના પી.આઈ. ચનુરા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા તેમજ મોટાભાગના ફાયર બંબાએ ૪ નંબરના યુનીટ કપાસના ગોડાઉનમાં પાણીનો મારો ચલાવતા રાત્રીના ર વાગ્યે અમુક અંશે આગ કાબુમાં આવેલ આ બાબતે એફટીને લઈને લોકોમાં અનેક સવાલ ઉઠવા પામેલ છે કેમ કે કંપનીના તગડા પગાર ખાતા સેફટી અધિકારી કેમ આવતા નથી તેમજ લોકોમાં ચર્ચાઓએ જોર પકડયું છે. અને જેમની બીજી મહાકાય કંપનીઓ જેવી કે અલ્ટ્રટેક, પીપાવાવ પોર્ટ જેવી કંપનીઓમાં સેફટી માર્ગદર્શન સેમીનાર વર્ષમાં ૩-૩, ૪-૪ વખત થાય છે અનેતે કંપનીઓના અધિકારીએ યુનીટ હેડ સહિત હાજર રહી સેફટી અધિકારીઓ તેના કંપનીના વર્કરોને સેફટી બાબતે સજાગતાના માર્ગદર્શન સેમીનારો યોજે છે. તેમ આ સીન્ટેક્ષ કંપનીના સેફટી અધિકારીએ એક પણ સેમિનાર યોજયો નથી કેમ ? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ આવી મોટી ઘટના બની હોવા છતા કંપનીના અધિકારી સત્તાધીશોએ કંપનીની ચારેય તરફ સિકયુરીટી કડક બનાવી, મોબાઈલ શુટીંગ, ફોટોગ્રાફ બહાર ન જાય તેની તકેદારી રાખવા સુચનાઓ અપાઈ હતી અને આ આગની ઘટના વિશે કોઈ સાથે ચર્ચા ન કરવી તે પ્રકારની ખાનગી ચર્ચાઓ કોણે લીઝ કરી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આગના કારણે કંપનીના સત્તાધીશોનું મૌન

આ આકાશી ભભુકતી અગન જાળઓ હોવા છતા આગના કારણો અંગે સીન્ટેક્ષ કંપનીના કર્મચારી અધીકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા આ આગ મુદ્દે સૌ કોઈએ તાત કરવાનું ટાળ્યું હતું અને બાદમાં મોબાઈલ ફોન જ બંધ કરી દેવાયા આગને કારણે કંપનીને મોટું નુકશાન થયું છે કપાસની કિંમતી ગાસડીઓ ભરેલ ગોડાઉનમાં મોટાભાગનો સમાન ભસ્મીભુત થયો છે. પરંતુ આગનું કારણ તટસ્થ રીતે સીસીટીવી ફુટેજ તપાસવામાં આવે તો સઘળુ રહસ્ય બહાર આવવાના સંકેતો મળી રહ્યા છે. પણ હાલ તો કંપનીના અધિકારીઓનું ભેદી મૌને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે જે આગ અત્યારે કાબુમાં ખુબ જ જહેમત બાદ આવી જવા પામી છે. પી.આઈ. ચનુરા કંપનીના સેફટી અધિકારીના જવાબોની નોંધ કરી રહ્યા છે. અને કંપનીમાં નોકરી કરતી હજારો યુવતી યુવકોમાં સેફટી બાબતે ફફડાટ ઉભો થવા પામ્યો છે.