મારી માઁ એ મને ખુબજ પર્વરીશ આપી છે : કાજોલ

1579

અજય દેવગણ પ્રોડક્શન હેઠળ બનેલ પ્રદીપ સરકાર નિર્દેશિત આગામી ફિલ્મ ’હેલિકોપ્ટર ઈલા’માં કાજોલ ઈલાના પાત્રમાં નજરે ચડશે આ ફિલ્મ વિશે કાજોલ સાથે હાલમાં થયેલ ઈન્ટરવ્યુંના મુખ્ય અંશ પેશ છે.

હેલિકોપ્ટર ઈલા નામ કેવી રીતે રાખવામાં આવ્યું?

અરે અજય દેવગણના પ્રોડક્શનમાં ફિલ્મ બની છે તેઓ પોતેજ મોટર સાઇકલ લઈ આવ્યા હતા પછી ઘોડા પર,તો હવે હેલિકોપ્ટર ઈલા લઈ આવી રહ્યા છે આમતો જે ભાગતી દૌડતી માઁ હોય છે તેમને હેલિકોપ્ટર મોમ કહે છે ત્યાંથી આ વિચાર આવ્યો અને આ ઈલા આખો દિવસ પોતાના બાળકો પર ધ્યાન આપે છે.

તમારી મમ્મી ઈલા જેવી હતી?

મમ્મી ઈલા જેવી તો નહોતી મારી માઁ એ હંમેશા ખુબજ ઉમદા પર્વરીશ આપી છે હું કોશિશ કરું છું કે મારા બાળકોની પર્વરીશ પણ એજ રીતે કરું મારી માઁ એ મને દરેક રીતે સપોર્ટ કર્યો છે.

બાળકોને ડિજિટલ માહૌલમાં કેરી રીતે સમજાવો છો?

અમે બાળકોને કોશિશ કરી છે કે તેઓ દરેક રીતની વાતોને સમજે માતા-પિતાને આ વાત બાળકો સુધી સાચી રીતેથી મોકલવી જોઈએ મારો બાળક ઈકમટેક્સ અને જીએસટી વિશે પૂછે છે તેમને જે પણ વાતો સાંભળવા મળે તેઓ તેમનો સવાલ જરૂર પૂછે છે.

રિદ્ધિ વિશે થોડું કહેશો?

રિદ્ધિ વિશે મને વધારે નથી ખબર પરતું ધીરે-ધીરે શૂટ શરૂ થયું.તેમની પ્રતિભા વિશે મને ખબર પડી સારી અભિનય છે અને કહાનીની સમજ છે.

ફિલ્મમાં કલાસરૂમમાં ગઈ છો તમે શું કહેશો?

કલાસરૂમમાં જવાનો અલગ અનુભવ હતો બધા લોકો શૂટમાં વ્યસ્ત હતા આમતો આ શૂટિંગ હતું પરંતુ આખા કલાસરૂમનું ફીલિંગ હતું.

હેલિકોપ્ટર ઈલા ક્યારે શરૂ થઈ?

સ્ક્રિપ્ટ સાંભળી મેં કહી દીધું કે હું આ ફિલ્મ કરી રહી છું એમની લિખાવટ કમાલની છે મને આમની કહાનીને શૂટિંગ સુધી બધુજ પસંદ આવ્યું આ એક એવું પાત્ર છે જેનાથી બધાજ રિલેટ કરે છે.

ફિલ્મનું સોંગ પસંદગીનું છે

મને બધા સોન્ગ સારા લાગ્યા અને તેમનું ’યાદો કી અલમારી’સોંગ મને ખુબજ પસંદ આવ્યું છે.

સ્કૂલમાં તમારું ટિફિન આવતું?

મારું વધારે પડતા ડબ્બા નહોતું આવતું,વારંવાર હું ડબ્બો ભૂલી આવતી હતી ડબ્બાની યાદ ખુબજ છે.

અમિતાભ બચ્ચન સાથે શોટ છે?

હું તો નથી તે સીનમાં પરંતુ અમિત જીને એકસ્પેશ્યલ અપીયરેન્સ આપ્યું છે અમિત જીની મૌજુદગી તેમને વધારે ખીલાવી દીધું.

બાળકોને ટ્રેલર કેવું લાગ્યું?

બાળકોને ટ્રેલર ખુબજ પસંદ આવ્યું પરંતુ જ્યાં સુધી મારી આંખોમાં આશું આવવા લાગ્યા તો તેઓ ગુસ્સે થઈ જતા હતા કે તેઓ કોણ બાળક છે જે મારી મમ્મીને રડાવે છે.

આગામી ફિલ્મ?

અત્યાર સુધી તો કઈ નથી બસ હેલિકોપ્ટર ઈલાના પ્રમોશન ચાલી રહ્યું છે વાતચીત ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી કંઈપણ નિર્ધારિત નથી થયું આજકાલ કહાનીયા પાત્રના હિસાબથી લખાય રહી છે અલગ અલગ વિધાય પણ આવી ગઈ છે.