અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ આજથી ગુજરાતની મુલાકાતે

800

 

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૯

ગુજરાતની મુલાકાતે ૨૦ ઓગસ્ટથી અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગવિભાગની એક ટીમ આવી રહી છે. આ મુલાકાત દરમિયાન ફાર્મા ક્ષેત્રે ટ્રેનિંગ, કેપેસીટી બિલ્ડિંગ, નોલેજ શેરિંગ જેવા વિષયો પર પરામર્શ કરશે.યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન  (ેં.જી.હ્લ.ડ્ઢ.છ.) ના સાત અધિકારીઓની ટીમ સોમવારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવી રહી છે. જેમાં  કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર,ઓફિસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, હ્લ.ડ્ઢ.છ., ડૉ. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એફ.ડી.આઇ. ઇન્ડીયા ઓફીસ, થોમસ અરિસ્થા, ડેપ્યુટી ડાયરેક્ટર સહિત અન્ય ચાર સિનિયર અધિકારીઓ આ ડેલીગેશનમાં ભાગ લઇ રહ્યાં છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે.

આ  ડેલીગેશન રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર સહિત સંયુ્‌ક્ત કમિશનર, નાયબ કમિશનર તથા ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરાના સિનિયર અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને આ મુલાકાત દરમિયાન ફાર્મા ક્ષેત્રે ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ, નોલેજ શેરિંગ અને ઇન્ફરમેશન શેરિંગ જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા હાથ ધરશે.

Previous articleઅટકાયત બાદ સુરતમાં પાટીદારો ધરણાં પર બેસી ગયા હતા
Next articleCBSEની પરીક્ષાઓમાં હવે મોડા પડનાર વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં મળે