CBSEની પરીક્ષાઓમાં હવે મોડા પડનાર વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં મળે

878

CBSEની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓના નિયમમાં એક મોટો અને ધરખમ ફેરફાર થવા જઈ રહ્યો છે.નવા નિયમ પ્રમાણે હવે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષામાં મોડા પડનાર વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં મળે. અત્યારના નિયમ પ્રમાણે ૧૦-૩૦ વાગ્યાથી પરીક્ષા શરૂ થતી હોય તો વિદ્યાર્થીને ૧૧ વાગ્યા સુધી અને ઈમરજન્સી સંજોગોમાં ૧૧-૧૫ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવે છે.જોકે હવે વિધાર્થીઓએ NEET, JEE, CAT જેવી પરીક્ષાઓની જેમ સમય કરતાં વહેલા પહોંચવું પડશે. વિદ્યાર્થીઓએ ૧૦-૧૫ વાગ્યે કલાસમાં હાજર થઈ જવું પડશે.૨૦૧૯ની પરિક્ષાઓથી આ નિયમનો અમલ શરૂ કરી દેવાશે. ઉપરાંત બોર્ડ એનક્રિપ્ટએડ પ્રશ્નપત્રનો અમલ પણ કરવા માટે વિચારી રહ્યું છે. જેમાં બોર્ડ એનક્રિપ્ટડ પેપર સ્કૂલને મોકલશે અને પેપરના પ્રિન્ટિંગની જવાબદારી સ્કૂલની રહેશે.

Previous articleઅમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ આજથી ગુજરાતની મુલાકાતે
Next articleહાર્દિકની ધરપકડ થતા જ  મુક્ત કરવાની માંગ સાથે ક્રાઈમ બ્રાન્ચ સુત્રોચ્ચાર યોજાયા હતા