મનપા દ્વારા રસીકરણ માટે ખાસ ડોકટરોની વ્યવસ્થા કરાઈ

927

ગુજરાત સરકાર દ્વારા ૯ માસથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને મિઝલ્સ – રૂબેલાની રસીથી આરક્ષિત કરવા માટે ૧૬ જુલાઈ, ર૦૧૮ થી અભિયાનની શરૂઆત કરવામાં આવેલ. જેમાં સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી ૧ કરોડથી વધુ બાળકોને આ રસીથી આરક્ષિત કરવામાં આવેલ છે તેમજ આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે.

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં રરરપ૦ થી વધુ બાળકોને રસીથી આરીક્ષિત કરવામાં આવેલ છે.

આ અભિયાન તમામ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો ખાતે યોજવામાં આવેલ છે. આપણા બાળકને શાળામાં આપેલ તારીખ અને સમયે રસીકરણ કરાવવા નિવેદન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સરકારની સૂચના અનુસાર ગાંધીનગર શહેરી વિસ્તારમાં પ્રાઈવેટ બાળકોના ડોકટર દ્વારા પણ મફતમાં રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણ અભિયાન  બે અઠવાડીયા સુધી ચલાવવામાં આવશે તેવું મહાનગર પાલિકાના  ચીફ હેલ્થ મેડિકલ ઓફીસર ડૉ. કલ્પેશ ગૌસ્વામીએ વાતચીતમાં જણાવ્યું હતું.