સગીરાનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યુ !

2211

બરવાળા તાલુકાના રેફડા ગામની સગીરા વાડીએથી ઘરે પરત ફરતી વેળાએ ચાચરીયા ગામના બે યુવાનો ધ્વારા સુમસાન રસ્તાનો ફાયદો ઉઠાવી સગીરાને ફોરવ્હીલ કારમાં જબરદસ્તી બેસાડી કારમા જ દુષ્કર્મ આચર્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે આ અંગે બરવાળા પોલીસ મથકમાં પીડીતાએ ચાચરીયા ગામના બે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જયારે બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના રેફડા ગામે તા.ર૦/૦૮ના રોજ સાંજના ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં રેફડા ગામની ૧૬ વર્ષીય સગીરા પોતાના પિતાએ ભાગયું રાખેલ વાડીએ રીંગણા ઉતારવા ગયેલ હતી વાડીનું કામ પુરુ કરી સેંથળીથી રેફડા તરફ જતા કાચા રસ્તે ઘર તરફ પરત ફરતી વેળાએ રસ્તાનો ફાયદો ઉઠાવી હરેશ ભરવાડ (પશુ ડોકટર) રહે.ચાચરીયા,તા.બરવાળા, ચેતન પાછળથી ફોરવ્હીલ કાર લઈને આવી અને સગીરાને જબરદસ્તી કારમાં બેસાડી દીધેલ સગીરા ધ્વારા બુમાબુમ કરેલ પરંતુ કારના કાચ બંધ હોવાથી તેણીનો અવાજ કારની બહાર સંભળાયો નહિ અને બગડ ગામ નજીક આવતા મેલડીમાતાના મંદીર પાસે કારમાં જ જબરદસ્તી સગીરા ઉપર હરેશ ભરવાડ રહે.ચાચરીયા ધ્વારા દુષ્કર્મ આચરવામા આવ્યુ હતુ બળાત્કારનો શિકાર બનાવ્યા બાદ પીડીતાને રેફડા ગામે રોડ ઉતારી દઈ બન્ને આરોપીઓ નાશી છુટયા હોવાની પીડીતાએ ફરીયાદ નોંધાવી હતી પીડીતાની તબીયત લથડતા સારવાર અર્થે બોટાદની સોનાવાલા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.આ બનાવ બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.તેમજ આરોપીઓ વિરૂધ્ધ ફીટકાર સાથે રોષ ફાટી નિકળ્યો છે.આ ઘટનાના આરોપીઓ ફરાર થઈ ગયા છે ત્યારે બન્ને આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.

આ બનાવ અંગે બરવાળા પોલીસે રેફડા ગામની ૧૬ વર્ષીય પીડીતા ધ્વારા બે આરોપીએ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી એકટ કલમ ૩૬૩, ૩૬૬,૧૧૪,૩૭૬(ર)(એફ) પોકસો અધિ. કલમ ૪,૮,૧ર,૧૭ મુજબ ગુનો નોંધી આગળની તપાસ વી.એમ. કામળીયા (ઈ.પી.એસ.આઈ.) ચલાવી રહયા છે.