કેજરીના ટિ્‌વટે નક્કી કર્યું હતું આશુતોષ-આશિષ ખેતાનનું ભવિષ્ય..!!

835

જો બોસના ટિ્‌વટ અને રીટિ્‌વટ જો લોકપ્રિયતાનું કારણ બની જાય તો, સમજી જવું કે આમ આદમી પાર્ટીમાં આશુતોષ અને આશીષ ખેતાનની સ્થિતિ શું થઇ હશે, જેમના ટિ્‌વટ અરવિંદ કેજરીવાલ ધ્યાનમાં લેતા ન હતા. જે પછી બંને નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

પત્રકારમાંથી નેતા બનેલાં બંનેએ પહેલી વખત રાજનીતિમાંથી આવ્યા હતા. પરંતુ પાર્ટીમાં તેમનું કદ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે. જો મુખ્યમંત્રીની ટિ્‌વટર ટાઇમલાઇન પર ધ્યાન આપવામાં આવે તો ટોપ લીડર સાથે બંનેના સંબંધોની અસર જોવા મળી રહી છે. ૧૮ જૂનથી ૧૫ ઓગસ્ટ વચ્ચે કેજરીવાલની ટિ્‌વટર ટાઇમલાઇન ઘણાં ખુલાસા કરી રહ્યું છે. જો બે મહિનામાં કેજરીવાલે આશુતોષના બે અને ખેતાનના માત્ર ત્રણ ટિ્‌વટ જ રિટિ્‌વટ કરવામાં આવ્યા છે. જે તેમની સરખાણીમાં ઘણાં ઓછા છે.

ટિ્‌વટર પર કેજરીવાલના ૧.૪ કરોડ ફોલોઅર છે અને વડાપ્રધાન મોદી પછી બીજા સૌથી વધુ ફોલો ધરાવનાર રાજનેતા છે. કેજરીવાલે રાજનીતિની શરૂઆતમાં માઇક્રોબ્લોગિંગ સાઇટો ઘણો સારી રીતે ઉપયોગ કર્યો હતો. તેઓ સતત ટિ્‌વટરનો ઉપયોગ કરનાર રાજનેતા છે. પાર્ટીમાંથી આ બે નેતાઓને બહાર જવુંએ આપની રાષ્ટ્રીય છાપ પર પણ ઘણું અસર કરતું રહે છે. બંને જ અરિવંદ કેજરીવાલના ઘણાં નજીકના નેતા હતા.

૧૮ જૂનથી ૧૫ ઓગસ્ટ વચ્ચે કેજરીવાલે પાર્ટીના સભ્યોના ૧૦૨ ટિ્‌વટને રીટિ્‌વટ કર્યા છે. જેમાં મનીષ સિસોદિયાના તમામ ટિ્‌વટ શામેલ છે. જેના ઉપરાંત પત્રકારોના ૮૦ અને અન્ય પક્ષના ૧૧ ટિ્‌વટ રીટિ્‌વટર કર્યા છે. જેમાં તેમના ટિ્‌વટ અને અન્ય અમુક રીટિ્‌વટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમને સિસોદિયાને ૩૧ વખત રીટિ્‌વટ કર્યા અને સૌરભ ભારદ્વાજને ૧૯ વખત રીટિ્‌વટ કર્યા છે. કેજરીવાલ પોતાનું ટિ્‌વટર હેન્ડલ જાતે જ જોતાં રહેતાં હોય છે. તેઓ મોટેભાગે ટિ્‌વટને રીટિ્‌વટ પણ કરતાં રહેતાં હોય છે, જેમાં દિલ્હી સરકારના વખાણ કરવામાં આવ્યા હોય અને જેમાં ભાજપના કામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવી હોય છે. એટલું જ નહીં અગાઉ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ વચ્ચે જ્યારે અંતર વધ્યું હતું ત્યારે પણ કેજરીવાલે તેમના ટિ્‌વટને રીટિ્‌વટ કરવાનું બંધ કર્યું હતું. આપ નેતા આશુતોષ અને આશીષ ખેતાને ૧૫ ઓગસ્ટના પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે આશીષ ખેતાનની જાહેરાત મોડેથી કરવામાં આવી હતી. તેમજ બંને નેતાના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી.