બ્રેક બાદ અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરાઇ : ૧૩૭ શ્રદ્ધાળુ રવાના

1791

વાર્ષિક અમરનાય યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે ૧૩૭ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. આ તમામ શ્રદ્ધાળુઓ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાત જુદા જુદા વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. અમરનાથમાં દર્શન કરનારની સંખ્યા હવે વધીને ૨.૮૪ લાખ સુધી પહોંચી ગઇ છે. કાશ્મીર ખીણ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી. હજુ સુધી અમરનાથમાં શ્રદ્ધાળુઓ સતત પહોંચી રહ્યા છે. અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે  સવારે શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામા ંઆવી હતી. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે રવાના થયા હતા. અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા છે.હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. બરફથી બનતા શિવલિંગના દર્શન માટે આ વખતે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જો કે, આ વર્ષે લિંગમ વહેલીતકે ઓગળી જવાની પ્રક્રિયા શરૂ થઇ છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.અમરનાથ યાત્રા પુર્ણાહુતિના આરે પહોંચી છે ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યા હવે ઘટી ગઇ છે.  વાર્ષિક અમરનાથ યાત્રા આ વખતે શાંતિપૂર્ણ રહી છે. સઘન સુરક્ષા અને સાવચેતીના તમામ પગલાના કારણે અમરનાથ યાત્રામાં આ વખતે કોઇ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ત્રાસવાદીઓ દ્વારા અમરનાથ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. જો કે તેમને સફળતા મળી નથી. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી. ગયા વર્ષે ગુજરાતી શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી ખુવારી થઇ હતી. જો કે હવે સાવચેતી વધારે છે. બીજી બાજુ વાર્ષિક અમરનાથ યાત્રા હવે પુર્ણ થવા જઇ રહી છે.  જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ વચ્ચે  બુડ્ડા અમરનાથ માટે રવાના કરવામાં આવ્યા હતા. બીજી બાજુ  ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૮૩૧૪૦થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે.