છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૧૧,૨૭૧ નવા કેસ નોંધાયા

90

દેશમાં ૨૪ કલાકમાં ૨૮૫ લોકોના મોત થયા : દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા એક લાખ ૩૫,૯૧૮
નવી દિલ્હી, તા.૧૪
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧,૨૭૧ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૮૫ લોકોના મોત થયા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા એક લાખ ૩૫,૯૧૮ છે. મોટી વાત એ છે કે કેરલમાં કાલે કોરોના ૬,૪૬૮ કેસ સામે આવ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાના તાજા આંકડાની સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને આજે ત્રણ કરોડ ૪૪ લાખ ૩૭ હજાર ૩૦૭ થઇ ગઇ છે. તો બીજી તરફ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને ૧ લાખ ૩૫ હજાર ૯૧૮ થઇ ગઇ છે. તો બીજી તરફ આ મહામારીથી મોતને ભેટનારાઓની સંખ્યા ૪ લાખ ૬૩ હજાર ૫૩૦ થઇ ગઇ છે. આંકડા અનુસાર અત્યાર સુધી કુલ ૩ કરોડ ૩૮ લાખ ૩૭ હજાર ૫૮૯ લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે. કેરલમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના લીધે ૬,૪૬૮ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૦,૫૫,૨૨૪ થઇ ગઇ છે. આ ઉપરાંત ૨૩ દર્દીઓના મોત સાથે જ મૃતકોની સંખ્યા ૩૫,૬૮૫ સુધી પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય બુલેટિનના અનુસાર રાજ્યમાં ઉપચારધીન રોગીઓની સંખ્યા ૬૮,૬૩૦ છે, જેમાંથી ૬.૭ ટકા હોસ્પિટલમાં ભરતી છે.

Previous articleક્રિપ્ટોકરન્સી અને સંબંધિત મુદ્દાઓને લઈ બેઠક યોજાઈ
Next articleગઢચિરોલીના જંગલમાં ૨૬ નક્સલવાદીને ઠાર કરાયા