સેક્સી નેહા ધુપિયા સગર્ભા હોવાના અહેવાલને સમર્થન

1842

બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર નેહા ધુપિયા સગર્ભા હોવાના હેવાલને આખરે સમર્થન મળી ગયુ છે. છેલ્લા કેટલાક સમયથી તેના સગર્ભા હોવા અંગેના હેવાલને લઇને ચર્ચા ચાલી રહી હતી.નેહાએ હવે પોતે ફોટો મુકીને આ અહેવાલને સમર્થન આપ્યુ છે. નેહાએ કહ્યુ છે કે તે સગર્ભા છે અને ટુંક સમયમાં જ બાળકને જન્મ આપનાર છે. અંગત બેદીએ થોડાક દિવસ પહેલા જ આ અહેવાલ આવ્યા બાદ આને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. અંગગે કહ્યુ હતુ કે સોશિયલ મિડિયા જેવા પ્લેટફોર્મ અમને ખુલીને વાત કરવા માટે આપવામાં આવ્યા છે. તેનો ખોટો ઉપયોગ ન કરવા માટે પણ અંગદે કહ્યુ હતુ. તમામ ચાહકો સારી રીતે જાણે છે કે નેહા ધુપિયાએ ૧૦મી મેનના દિવસે ગુપ્તરીતે લગ્ન કરી લીધા હતા. અંગદ બેદી સાથે લગ્ન કર્યા બાદ આની ચર્ચા તેના ચાહકો અને બોલિવુડમાં પણ જોવા મળી હતી. બન્નેના લગ્ન બાદ એવી અટકળો ચાલી રહી હતી કે નેહા સગર્ભા હતી જેથી તેને ઉતાવળમાં લગ્ન કર્યા હતા. જો કે શરૂઆતમાં આવા હેવાલને રદિયો આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં બંને દ્વારા આ પ્રકારના અહેવાલનો પાયાવગરના ગણાવ્યા હતા. જો કે હવે નેહાના સગર્ભા હોવાના હેવાલને સમર્થન મળી ચુક્યુ છે. નેહા ધુપિયા બોલિવુડમાં વધારે ફિલ્મ કરી શકી નથી.

Previous articleઆશુતોષે કેમ છોડી આમ આદમી પાર્ટી?
Next articleઆંખેની સિક્વલમાં હવે ફરી કામ શરૂ : અમિતાભ ચમકશે