જા.કે.ઉ મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કુલ તથા એન.કે.એસ.સી.મોદી ઉચ્ચતર માધ્યમિક શાળામાં તાલુકા યુવક મહોતસવની ઉજવણી થયેલ. જેમાં જાફરાબાદ તાલુકા એકઝીકયુટીવ ઓફિસર (મામલતદાર) ચૌહાણની ઉપસ્થીતિમાં વિવીધ સ્પર્ધાઓનું આયોજન થયેલ. જેમાં ભજન, લોકગીત, એકપાત્રીય અભિનય, લગ્નગીત, સર્જનાત્મક કારીગરી, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધામાં વિવિધ સ્પર્ધકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ. દીપપ્રાગટય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મુકાયેલ મામલતદાર ચૌહાણ સાહેબે તમામ સ્પર્ધકોને પ્રેરણાદાયી ઉદાહરણ આપી પ્રોત્સાહિત કરેલ. યુવક મહોત્સવનું સંચાલન કલ્પેશભાઈ રાવ દ્વારા થયેલ નિર્ણાયક તરીકે એન.એન. ઢગલે સેવા આપેલ. નિયામક રામાનંદી કેમ્પસ કો-ઓર્ડીનેટર અશોકભાઈ પ્રજાપતિ, આચાર્ય હરેશભાઈ પુરોહિત અને સુપરવાઈઝર વિજયભાઈ પંડયા ઉપસ્થિત રહી. સ્પર્ધકોને પ્રોત્સાહન આપેલ.



















