રાજુલા-જાફરાબાદમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર થયેલી ઉજવણી

820

બાબરીયાવાડ આજે બહેનોએ ભાઈઓને ૩૬૦ દીવસના આર્શીવાદ આપવા રક્ષાબંધનનો તહેવાર ધમાકેદાર ઉજવાયો રાજુલા, જાફરાબાદ, તાલુકા સરખેશ્વર, કુંભનાથ, મોમાઈ ધામે માનવ મહેરામણ ઉભરાયો આજે બાબરીયાવાડમાં બહેનોએ ભાઈઓને ૩૬૦ દીવસના આર્શીવાદ રક્ષા (રાખડી)બાંધી આપવા ઠેર ઠેર ધમાકેદાર રક્ષાબંધન તહેવાર ઉજવાયો તેમજ રાજુલાના કુંભનાથ, સુખનાથ, કોટેશ્વર તેમજ જાફરાબાદના સુપ્રસિધ્ધ અરબી સમુદ્રની ગોદમાં વઢેરાના સરખેશ્વર, ધારાબંદરના રત્નેશ્વર, વરૂડીમાં તેમજ વારાહ સ્વરૂપ જે દુનિયામાં ક્યાય વારાહસ્વરૂપનું મંદિર હોય તો જાફરાબાદના દરીયા કાંઠે વારાહ સ્વરૂપ ભગવાનના મંદિરે તેમજ નાગેશ્રી પાસે મોમાઈ વડ મોમાઈ માતાજીના મંદિરે બહેનોએ તેના ભાઈને આર્શીવાદ ભગવાન અને માતાજીની સાક્ષીએ આપવા માનવ મહેરામણ ઉભરાયો જે જાફરાબાદના પત્રકાર તુષારભાઈ બારોટના દિકરી બા પ્રાંજલ બેને તેના નાનાભાઈ હેતવીરભાઈને રક્ષા બાંધેલ.