રામદેવરા ટ્રસ્ટ દ્વારા પાલિતાણામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

954

રામદેવરા ચેરીટેબલ ટ્રસ્ટ આંબેડકર સોસાયટી પાલિતાણા – રામાપીરની જગ્યામાં પવિત્ર રક્ષાબંધન પર્વની તેમજ સુલેખન સ્પર્ધાની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંબેડકર સોસાયટીના ભાઈઓ બહેનોએ બાળકોને રાખડી બાંધેલ તેમજ અગાઉ યોજાયેલ સુલેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય તેમજ તૃતિય ક્રમે ઉર્તિણ થયેલ બાળકોને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવેલ.  આ પ્રસંગને પ્રોત્સાહિત કરવા રામદેવરા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ મારૂ, દિનેશભાઈ મારૂ, જગદિશભાઈ પરમાર, શિક્ષક ભાઈઓ તેમજ સત્સંગ મંડળના બેહનો જોલબેન, સોનાબેન તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.